Main Menu

ભાલકા તીર્થમાં ચાલી રહેલ દશમસ્કંધ કથાની આજે પૂર્ણાહુતિ પ્રસંગ યોજાયો

ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર સ્વધામ ગમન વેળા જ્યા વિશ્રામ કર્યો અને પારધીએ તીરથી ભગવાન કૃષ્ણની અંતીમ વિદાયના પ્રસંગની જે લીલા બની તે પ્રસંગનુ શાક્ષી એટલે ભાલકા તીર્થ. તા.27.01.2018 થી તા.02.02.2018 દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ વક્તા શ્રી કૃણાલભાઇ જોષીના વ્યાસાસને દશમસ્કંધ કથા યોજાયેલ હતી. બહોળી સંખ્યામાં ભક્તોને કથા રસપાન કરાવેલ. સરળ શૈલી અને ખુબ સૌમ્યતા પુર્ણ શ્રોતાજનોને પ્રસંગના અદભુત આલેખન દ્વારા શ્રોતાઓને સ્વયં પ્રસંગશાક્ષી બનવાની અનુભુતિ કરાવિ હતી. કથા વિરામના પ્રસંગે શ્રી કૃષણ પોતાના સ્મરણ પટ પર જે રીતે લીલાને વાગોળી રહેલ અે સમયે જરા નામક પારધી એ તીર મારેલ અને પ્રસંગની દુર્લભ અનુભુતિ કરાવી કે ભક્તોના અશ્રુધાર વહિ આવી. કથા વિરામ સમયે મુખ્યપુજારીશ્રી ધનંજયભાઇ દવેએ સૌ શ્રોતાજનોની આભારવિધિ વ્યક્ત કરેલ. વક્તા શ્રી કૃણાલભાઇ જોષીનું સન્માન શ્રીકૃષ્ણ દ્રશ્યસ્મૃતિ આપી કરવામાં આવેલ. મુખ્ય યજમાનશ્રી વેજાણંદભાઇ વાળા સાથે પોથીયજમાનોને સન્માનીત કરવામાં આવેલ. ભાગવતજીની આરતી બાદ ભાલકા મંદિર સુધિ પોથી યાત્રા નીકળેલ હતી. પોથીજીને ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં અર્પણ કરી સૌ ભક્તોએ જયશ્રી કૃષ્ણનો નાદ કરેલ જે ભાલકા તીર્થમાં ગુંજી ઉઠેલ હતો.જેનાથી સમગ્ર પરિસરમાં દિવ્ય અનુભુતિનો અહેસાસ યાત્રીઓએ કરેલ હતો.(Next News) »error: Content is protected !!