Main Menu

HOT: કેન્ડિડ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ શેર કર્યો પોતાનો મેરેજ પ્લાન

પ્રિયંકા ચોપરાની લોકપ્રિયતા ચારે કોર ફેલાઇ છે, ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં પોતાના પર્ફોમન્સ દ્વારા તે આપણા દેશનું અને બોલિવૂડનું ગૌરવ વધારી રહી છે. તે ભલે બોલિવૂડમાં લાંબા સમયથી કોઇ ફિલ્મમાં દેખાઇ ન હોય, પરંતુ તે સતત ચર્ચામાં રહે છે. વિવિધ ઇવેન્ટ્સ ઉપરાંત તે ફોટોશૂટ્સ અને પાર્ટીમાં પણ ક્યારેક દેખાઇ જાય છે. હાલમાં જણે હાર્પર બાઝાર અરેબિયાના ફેબ્રૂઆરી 2018ની આવૃત્તિ માટે ફોટોશૂટ કરાવ્યું હતું અને તેની તસવીરો સુપરહોટ છે.

લગ્ન માટે કેટલીક શરતો

એક મેગેઝિનને આપેલ કેન્ડિડ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો હતો કે, તે ખરેખર લગ્ન કરવા માંગે છે અને તેને પોતાના બાળકો પણ જોઇએ છે. પરંતુ તેની કેટલીક શરતો છે. તેણે કહ્યું હતું કે, ‘મને અટેન્શન પસંદ છે અને તે પણ સરખું અટેન્શન, નહીં તો હું ગુસ્સે થઇ જાઉં છું.’
‘મને રોમાન્સ પસંદ છે’

‘એણે મને અપ્રોચ કરવી પડશે, લલચાવવી પડશે. જો એ હોંશિયાર અને સ્માર્ટ નહીં હોય, તો અમારી વચ્ચે કંઇ થાય એ શક્ય નથી. આ મારા માટે સૌથી અગત્યની વસ્તુ છે. હું ખૂબ ભાવુક છું અને મને રોમાન્સ પસંદ છે.’

ઘણા બધા બાળકો જોઇએ છે

‘લગ્ન અને બાળકો મારા માટે મોટો ગોલ છે. મને લગ્ન સંસ્થામાં પૂરો વિશ્વાસ છે, હું મારો પોતાનો પરિવાર ઇચ્છું છું અને ભગવાન રજા આપે તો પોતાના ઘણા બધા બાળકો ઇચ્છું છું. એક માત્ર પ્રોબ્લેમ એ છે કે, મને એ નથી ખબર કે હું કોની સાથે લગ્ન કરીશ.’
ફેમિલીનું પ્રેશર નથી

‘હું પોતાને ખૂબ ભાગ્યશાળી સમજું છું કે, હું 21મી સદીમાં જીવું છું, જ્યાં મહિલાઓને આ બાબતે સાયન્સની પૂરતી મદદ મળે છે અને આથી ચિંતા કરવાની જરૂર નથી પડતી. મારા ફેમિલીને પણ એવું કોઇ પ્રેશર કે ટેન્શન નથી. પ્રેશરમાં આવીને લગ્ન કરવા કરતાં હું યોગ્ય પાત્ર આવવાની રાહ જોઇશ.’
મહિલા અને પુરૂષો અલગ-અલગ ‘પુરૂષો અને મહિલાઓ એકસમાન નથી, બંને અલગ છે. પરંતુ બંનેને સરખી તકો મળે એ જરૂરી છે. મહિલાઓ અને પુરૂષો સાયકોલોજિકલી, ફિઝિકલી અને મેન્ટલી અલગ છે. Men are from Mars and women are from Venus. આપણે ક્યારેય એકસરખા ન થઇ શકીએ અને એવું આપણે ઇચ્છતા પણ નથી. આપણે તો એ ફેક્ટ સેલિબ્રેટ કરવું જોઇએ કે મહિલા અને પુરૂષ આટલા અલગ છે.’