Main Menu

રાજકીય ગરમાવો : વિસાવદરમાં રાજકીય વિષ ઘોળ્યું

વિસાવદર, વિસાવદર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. તેના ઉમેદવારી પત્રો ભરી દેવાયા છે. પણ અહીં કોંગ્રેસ અને ભાજપમાં વિષ ઘોળાયું હોય એવી હાલત છે. એક બીજા પર કાદવ ઉછાળીને અને એક પક્ષ નહીં તો બીજો પક્ષ અને કોઈ પક્ષ નહીં તો અપક્ષ બનીને પણ પોતાનો પક્ષ છોડીને ઉમેદવાર બની રહ્યાં છે.
ભાજપમાંથી એકી સાથે 6 હોદ્દાદારોએ ભાજપ છોડી દીધો છે. તેમણે પક્ષના નેતાને રાજીનામાં આપીને ભાજપ સામે લડી લેવાની યુદ્ધ નીતિ જાહેર કરી છે. તેઓએ ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસમાં જવાનું પસંદ કર્યું છે. તો વળી NCP અને અપક્ષ ઊભા રહેવાનું નક્કી કર્યું છે. તેઓ ભાજપની બે ધારી રીતિ નીતિથી કંટાળી ગયા છે. શહેર ભાજપ પ્રમુખ કિરણ ચીતલીયાએ પક્ષ સામે ઉમેદાવારી નોંધાવી છે.ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ સુભાષ મહેતાએ રાજીનામું આપી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા ભાજપ કારોબારી સભ્ય જમનાદાસ કાછડીયાએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. જિલ્લા ભાજપ યુવા મારચો અને ભાજપ કારોબારી સભ્ય ઉદય મહેતાએ BSPમાંથી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે કોંગ્રેસના નગરસેવક કરમશી રીબડીયાએ NCPમાંથી ઉમેદવારી કરી છે. તો વળી કોંગ્રેસના ઈમરાન દલેએ ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યાં છે. આમ વિસાવદરમાં રાજકીય વેરઝેર કે વિષ બહાર આવી રહ્યું છે.(Next News) »