Main Menu

શેર બજારમાં ઘટાડો યથાવત, સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો

મુંબઈ, શેર બજારમાં ભારે કડાકો ચાલુ જ છે. મંગળવારની સવારે સેન્સેક્સમાં 1100થી વધુ અંકોનો ઘટાડો જોવા મળ્યો છે. આ ખબર લખાય છે ત્યારે માર્કેટ 1,062.03 અંકોનો ઘટાડો થયો છે, એ જ રીતે નિફ્ટીમાં 371 અંકોથી વધુનો કડાકો જોવા મળ્યો છે.

બજેટ પછી શેર માર્કેટ દિવસેને દિવસે તુટતું જ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહના પહેલા દિવસે પણ શેર બજારમાં કડાકાથી શરૂવાત થઈ હતી. સોમવારે સેન્સેક્સમાં આખા દિવસમાં 500 પોઇન્ટથી વધુની ચડઉતર નોંધાયી હતી. આખરે માર્કેટ 309 પોઇન્ટ તુટીને 34,757.16 પોઇન્ટ પર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટીમાં 94.05 પોઇન્ટનાં કડાકા સાથે નિફ્ટી 10,666.55નાં લેવલે બંધ થયું હતું.

અમેરિકન શેર બજારમાં પણ કડાકો ચાલુ થયો છે. આ વર્ષ 2008ના નાણાકીય સંકટ પછી એકદિવસમાં આવેલ સૌથી મોટો કડાકો છે. ડાઉ જોંસ 4.6 ટકાના કડાકા સાથે સોમવારે 24,345.75 અંકો પર બંધ થયું હતું.

એસએન્ડપી 500 સ્ટોક ઈન્ડેક્સ 3.8 ટકા અને નેસ્ડેક 3.7 ટકાના કડાકા સાથે બંધ થયું હતું. વ્હાઈટ હાઉસમાં આ કડાકા પર એક નિવેદન આપતા કહ્યું હતું કે જ્યારે બજારમાં કડાકો નોંધોય છે ત્યારે અમારી ચિંતા વધી જાય છે. અમને પોતાની અર્થવ્યવસ્થાની બુનિયાદી વાતોમાં વિશ્વાસ છે.

USના શેર માર્કેટમાં મોટો કડાકો, ડાઉ જોન્સ 1,175 પોઇન્ટ તૂટ્યો

અમેરિકાના શેર માર્કેટમાં 2008 બાદનો સૌથી મોટો કડાકો નોંધાયો છે. અમેરિકન શેર માર્કેટ ડાઉ જોન્સ 1,175 અંકના ઘટાડા સાથે બંધ થયો છે. જે 2008ની મંદી બાદ એક દિવસમાં આવેલો સૌથી મોટો કડાકો છે.

સોમવારે ડાઉ જોન્સ 4.6 ટકાના ઘટાડા સાથે 24,345.75ના સ્તર પર બંધ થયો. જ્યારે એસ એન્ડ પી 500 સ્ટોક ઈન્ડેક્સ 3.8 ટકા અને નેસ્ડેક 3.7 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સમાં મોટો ઘટાડો થતા વ્હાઈટ હાઉસે પણ નિવેદન જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2008ની મંદી દરમિયાન ડાઉ જોન્સ 777 અંક ઘટ્યો હતો. મંગળવારે ભારતીય માર્કેટ પર પણ તેની અસર જોવા મળશે.

બજારની હાલતને જોઈને વ્હાઈટ હાઉસે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ‘અમે હંમેશા આ અંગે ચિંતા કરતા હોઈએ છીએ. ખાસ એવી સ્થિતિમાં જ્યારે બજારમાં કોઈની કિંમતમાં ઘટાડો થાય છે. પરંતુ અમને આપણી અર્થવ્યવસ્થાના પાયાના સિદ્ધાંતો પર પૂરો વિશ્વાસ છે.’

નોંધનીય છે કે વર્ષ 2008માં નાણાકિય સંકટ દરમિયાન ડાઉ જોન્સ 777 અંક તૂટ્યો હતો. ડાઉ જોન્સ તૂટવાને કારણે રોકાણકારોની ઉંઘ ઉડી ગઈ છે.