Main Menu

આફ્રિકાને ત્રીજી વનડે પહેલા લાગ્યો ત્રીજો મોટો ફટકો, ડિકોક થયો બહાર

કેપટાઉન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન ડે સિરીઝમાં હાર બાદ યજમાન ટીમને સતત ફટકા પડી રહ્યાં છે. ત્રીજી વન ડે મેચ પહેલા દક્ષિણ આફ્રિકાનો વધુ એક ખેલાડી ઇજાગ્રસ્ત થઇ સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. વિકેટ કીપર બેટ્સમેન ક્વિંટન ડી કોકને ઇજા થતા તે વન ડે સિરીઝ તેમજ ટી-20 સિરીઝમાંથી બહાર થઇ ગયો છે. ડી કોકે ભારત વિરૂદ્ધ પ્રથમ વન ડે મેચમાં 34 અને બીજી વન ડે મેચમાં 20 રન બનાવ્યા હતા

ઈજાગ્રસ્ત ખેલાડીઓ

દક્ષિણ આફ્રિકાને ભારત સામે પ્રથમ વન ડે પહેલા એબીડી વિલિયર્સ ઇજાગ્રસ્ત થતા મોટો ફટકો પડ્યો હતો. ડી વિલિયર્સને આંગળીમાં ઇજા થઇ હતી. ત્યારબાદ બીજી વન ડે પહેલા ડુ પ્લેસિસ પણ આંગળીમાં ઇજાને કારણે બહાર થઇ ગયો હતો. હવે ભારત સામે ત્રીજી વન ડે મેચ પહેલા ક્વિન્ટન ડી કોકને ડાબા હાથના કાંડામાં ઇજા થતા વન ડે અને ટી-20 શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે.

ડી કોકને સેન્ચુરિયનમાં રમાયેલ બીજી વન ડે મેચ દરમિયાન ઇજા થઇ હતી. ડી કોકને સારૂ થતા 2થી 4 અઠવાડિયા જેટલો સમય લાગશે. ડી કોકની જગ્યાએ હેનરિક ક્લાસેનને વિકેટ કીપર તરીકે સામેલ કરવામાં આવી શકે છે. બુધવારે તે કેપટાઉનમાં રમાનાર ત્રીજી વન ડે મેચમાં ડેબ્યૂ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે 6 વન ડે મેચની શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા ભારતથી 0-2થી પાછળ છે.


error: Content is protected !!