Main Menu

મોરબીમાં પોલીસ કર્મચારીઓ પ્રૌઢ પર તૂટી પડ્યાઃ સમગ્ર ઘટના વિડિયોમાં કેદ થઇ

મોરબી: મોરબીના રવાપર કેનાલ ચોકડી નજીક ગઈકાલે સાંજે થયેલી મારામારી બાદ પોલીસ કર્મચારીએ એક પ્રૌઢ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી જયારે સામાપક્ષે મારામારીનો ભોગ બનેલા પ્રૌઢ દ્વારા પોલીસ કર્મચારીઓએ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે.

મોરબીના રવાપર કેનાલ ચોકડી નજીક ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રાજુભાઈ બાવરીયા (ઉ.વ ૨૫) ને સાંજના સમયે પસાર થતા એક વાહનચાલક લક્ષ્મણ ગોવિંદ દેત્રોજા નામના પ્રૌઢ સાથે પોલીસ કોન્સ્ટેબલને બોલાચાલી થઇ હતી અને બાદમાં વાહનચાલક પ્રૌઢ અને પોલીસી કોન્સ્ટેબલ સાથે મારામારી થવા પામી હતી જેમાં વાહનચાલકે પોલીસ કર્મચારીને માથામાં પથ્થરનો ઘા મારી ઈજા પહોંચાડી હોવાથી તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. જોકે આ બનાવ બાદ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જે વીડિયોમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ પ્રૌઢને માર મારી રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું આ બનાવ બાદ ગુસ્સે થયેલા પ્રૌઢ પથ્થર ઉઠાવીને પોલીસ કર્મચારીને મારી દે છે જેથી પોલીસ કર્મચારી રાજુ બાવરિયા ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જે બનાવ મામલે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીએ વાહનચાલક પ્રૌઢ સામે ફરજમાં રૂકાવટ પેદા કરવાનો ગુન્હો નોંધાવ્યો હતો તો સામાપક્ષે પોલીસની મારામારીનો ભોગ બનેલા પ્રૌઢ દ્વારા પણ સામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં અજાણ્યા પોલીસ કર્મચારીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હોવાની વળતી ફરિયાદ નોધાવી છે ત્યારે એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ બાદ વધુ તપાસ ચલાવી છે.

[wpdevart_youtube]X32Gkes7csQ[/wpdevart_youtube]