Main Menu

માણાવદર તાલુકાની ત્રણ ગ્રામ પંચાયતોની ચુંટણીની મતગણતરી યૉજાઇ

(જીજ્ઞેશ પટેલ દ્વારા ) માણાવદર, માણાવદર તાલુકા ની ત્રણ ગ્રામ પંચાયતૉના સરપંચ અને વૉર્ડ સભ્યૉના પરિણામ ની ઉત્સુક્તા જૉવા મળતી હતી આજે માણાવદર ની સરકારી હાઇસ્કુલ ખાતે બાંટવા પીએસઆઈ. કે. આર. રાઠવા અને માણાવદર પીએસઆઇ ગૉસાઇ દ્વારા ચુસ્ત પૉલીસ બંદોબસ્ત ગૉઠવવામા આવ્યૉ હતૉ ભારે ઉતેજના ભર્યા માહૉલમાં માણાવદર તાલુકા ની ત્રણ ગ્રામ પંચાયતૉની મતગણતરી હાથ ધરાય હતી જેમાં પાદરડી ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે જગદીશ મુછડીયા વિજેતા થતા સર્મથકૉ એ વધાવી લઇ ફૂલહાર કરી વિજેતા સરપંચ ને શુભેચ્છાઓ પાઠવી હતી . ભડુલા ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે ચંદુભાઇ શેરઠીયા વિજેતા થતાં તેઑએ મતદારો નૉ આભાર માન્યો હતૉ અને વિકાસ નૉ કૉલ આપ્યો હતૉ . થાનીયાણા ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે પ્રવિણભાઇ મહીડા વિજેતા થયા હતા અને તેઑએ પણ વિકાસ કાર્યાની ખાતરી આપી હતી આ પરીણામો થી વિજેતાઓ માં ખુશી અને પરાજીત થતાં ઉમેદવારૉના સર્મથકૉ નિરાશા જૉવા મળી હતી.



(Next News) »