Main Menu

20 બેઠકના પરિણામને હાઇકોર્ટમાં પડકારાયા, MLAની જીત ખતરામાં?

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આછી સરસાઈથી જીત મેળવી સરકાર તો બનાવી લીધી, પરંતુ જીતેલા ઉમેદવારોની મુશ્કેલીઓ દૂર થવાનું નામ નથી લઈ રહી. રાજ્યની 20 વિધાનસભા બેઠકોના પરિણામને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજ્યની 20 વિધાનસભા બેઠકોને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. જે બેઠકો પર ઓછી સરસાઈથી ધારાસભ્યોની જીત થઈ છે, તેમના પરિણામને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યા છે.

જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસ્માની જીતના પરિણામને પડકારવામાં આવ્યું છે, સાથે બાબુ બોખિરિયાની જીતને પડકારવામાં આવી છે. આ બાજુ શૈલેષ પરમારની જીતને પડકારવામાં આવી છે. ખાડીયા વિધાનસભા સીટનું પરિણામ પણ પડકારવામાં આવ્યું છે. ગાંધીનગર ઉત્તર અને ગારિયાધારનું પરિણામ પણ પડકારવામાં આવ્યું છે. આ બાજુ દેવભૂમી દ્વારકા અને માંડવી બેઠકનું પરિણામ પણ પડકારવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017માં યોજવામાં આવી હતી, જેમાં ભાજપને 99 બેઠક, કોંગ્રેસના 77 બેઠક, ભારતીય ટ્રાઈબલ પાર્ટીને 02 બેઠક, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને 01 બેઠક અને અપક્ષને 03 બેઠક પર જીત મળી હતી.


error: Content is protected !!