Main Menu

સેનેટે મંજૂર કરી બજેટ ડીલ, અમેરિકામાં શટડાઉન ટળ્યુ

અમેરિકી સેનેટે આજે બજેટ ડીલ મંજૂર કરી દીધી છે. આ ડીલમાં સ્ટોપગેપ ગવર્નમેન્ટ ફંડિગ બિલ પણ સામેલ છે. બિલના લાગૂ કરવાથી અમેરિકામાં શટડાઉનની સ્થિતિ હવે નથી રહી.

અમેરિકી કોંગ્રેસમાં ખર્ચ સંબંધિત વિધેયક પસાર ન થવાના કારણે આ સ્થિતિ આવી ગઈ હતી. આ પહેલા જાન્યુઆરીમાં પણ સરકારને ત્રણ દિવસના શટડાઉનનો સામનો કરવો પડ્યો હતો.

જો શટડાઉનની સ્થિતિ હોત તો ત્યાં કેટલાક સરકારી વિભાગ બંધ કરવા પડતા. જેના કારણે લાખો લોકોને સેલેરી વગર ઘરે બેસવું પડતુ. તમને જણાવી દઈએ કે આ વર્ષના શરૂવાતના મહિનામાં જાન્યુઆરીની 20 તારીખે પણ અમેરિકામાં શટડાઉન થઈ ચુક્યું છે.

શું છે મામલો
અમેરિકી સાંસદને આશા છે કે ફેડેરલ ફંડિગ એક્સપાયર થતાં પહેલા જ ખર્ચ સંબંધિત આ નવુ વિધાયક પસાર થઈ જશે પરંતુ રિપબ્લિક સીનેટર રેંજ પોલે ખર્ચની સીમા સંશોધન પર બહેશ કરવાની માંગ કરી છે. જ્યાર પછી શટડાઉનની સ્થિતિ આવી ગઈ. ફેડરેલ ફંડિગને એક્સપાયર થતા પહેલા જ પાસ કરવું જરૂરી હોય છે. સૌથી મહત્વપુર્ણ એ છે કે આને કોંગ્રેસના બંન્ને સદનો, પ્રતિનિધિ સભા અને સેનેટ સાથે પસાર કરવું જરૂરી હતું.

હવે શું થયું?

અમેરિકામાં લાગૂ એન્ટી ડેફિશિએન્સી એક્ટ પ્રમાણે દેશમાં પૈસાની ઉણપના કારણે સરકારી એજન્સીઓમાં કામ કાજને રોકી દેવામાં આવે છે અને કર્મચારીઓને રજા આપી દેવામાં આવે છે. આ દરમિયાન તેમને વેતન પણ નથી અપાતુ. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન લગભગ 8 લાખથી વધુ કર્મચારી ગેરહાજર રહેશે. માત્ર ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેવાની .

અમેરિકાની ઈતિહાસમાં આ પહેલો મોકો નથી જયારે સરકારે શટડાઉન કરવું પડે છે. આ પહેલા બરાક ઓબામાના સમયે પણ 2013માં બે સપ્તાહ સુધી સંઘીય એજન્સીઓને બંધ કરવું પડશે. જે કારણે 8 લાખ કર્મચારીઓને વેતન વગર બેસવું પડ્યું હતું. 1981, 1984, 1990 और 1995-96માં પણ શટડાઉનની સ્થિતિ સર્જાઈ ચુકી છે.