Main Menu

અમિતાભ બચ્ચનની તબીયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનની તબીયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. તેમની તબીયત અચાનક લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આજે મોડી સાંજે અમિતાભ બચ્ચનની તબીયત લથડતા તેમને મુંબઈની પ્રખ્યાત લીલીવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓનલાઈન મીડિયા રીપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચનની તબીયત વધારે ખરાબ થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં જયા બચ્ચન, એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન સહિત તેમનો તમામ પરિવાર પણ પહોંચી ગયો છે. જોકે, તેમના સ્વાસ્થ્ય અંગે હોસ્પિટલ પ્રશાસને કોઈ જાણકારી આપી નથી.
ઉલ્લેખનીય છે કે, ટુંક સમયમાં અમિતાભ બચ્ચનની આવનાર ફિલ્મ ‘102 નોટ આઉટ’નું ટીજર રીલિઝ થયું છે, જેમાં તે એક્ટર ઋષી કપુર સાથે 27 વર્ષ બાદ સ્ક્રીન પર જોવા મળવાના છે.