Main Menu

પેલેસ્ટાઇન જનારા પહેલા ભારતીય PM છે મોદી, જાણો કેમ આ પ્રવાસ છે ખાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાડી દેશોના પ્રવાસે છે. આજે પીએમ મોદી પેલેસ્ટાઇન પહોંચશે. મોદી પેલેસ્ટાઇનની મુલાકાત કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસ વચ્ચે વિકાસ ,ઉન્નતિ, ટેકનીકલ, પર્યટન, ખેલ અને કૃષિ સંબંધિત મુદ્દાઓ પર વાતચીત કરશે.

પેલેસ્ટાઇનના વિકાસમાં ભારત કઈ રીતે સહયોગ કરી શકે છે તેની પર ચર્ચા માટે મોદી પેલેસ્ટાઇનના રાષ્ચટ્રપતિ સાથે ચર્ચા માટે ઉત્સાહિત છે. પેલેસ્ટાઇનના વડાપ્રધાન રામી હમદલ્લાહએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘વર્લ્ડ લીડર’ ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે મોદી ઈઝરાયલ અને પેલેસ્ટાઇનના વિવાદને સમાપ્ત કરાવી શકે છે. વધુમા હમદલ્લાહે ઉમેર્યું હતું કે, અમારા જેવા વિકાસશીલ દેશ માટે ભારત આર્થિક અને રાજનીતિક તાકાત છે. જે અમારા માટે સારી વાત છે. ઉલ્લેખનીય છે કે આજે ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે 6 કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 1988માં પેલેસ્ટાઈનને આઝાદી મળી ત્યારે પેલેસ્ટાઈનને દેશ તરીકે સમર્થન કરનારા દેશમાં ભારત પ્રમુખ દેશ હતો.

જણાવી દઈએ કે ચાર દિવસની એશિયા પ્રવાસ પર નીકળેલ પીએમ મોદી સૌથી પહેલા શુક્રવારે જોર્ડનના શાહ અબ્દુલ્લા દ્વિતીય સાથે મુલાકાત કરી હતી.

શ્રદ્ધાંજલિ આપશે

પીએમ મોદી પેલેસ્ટાઇન પહોંચીને સૌથી પહેલા રામલ્લા જશે જ્યાં પેલેસ્ટાઇનના નેતા યાસિર અરાફતની કબ્ર બનાવી છે. મોદી અહીંયા અરાફતને શ્રદ્ધાંજલિ આપશે. તેમની સાથે રામી હમદલ્લાહ પણ રહેશે. નોંધનીય છે કે પેલેસ્ટાઇનના પ્રેજિડેન્શિયલ હેડક્વાટરની પાસે આવેલ છે જેને ‘અલ-મુકાતા’ કહેવામાં આવે છે.

યુએઈ જશે પીએમ
યુએઈમાં વડાપ્રધાન મોદી છઠ્ઠી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટિમાં પણ ભાગ લેવાના છે. આ સમિટ દુબઈમાં યોજાવાની છે અને ભારતને અહીં ગેસ્ટ ઓફ ઓનર સ્ટેટ્સ આપવામાં આવ્યું છે. યુએઈમાં પણ ઘણાં ભારતીય મૂળના લોકો વસવાટ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી અહીં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરવાના છે.

અબુ ધાબીમાં મંદિરનું કરશે ઉદ્ધાટન
રવિવારે પીએમ મોદી અબુ ધાબી જશે. જ્યાં તે ભારતીય સમુદાયને સંબોધિત કરશે. સાથો સાથ અબુ ધાબીમાં બનેલા પહેલા મંદિરનું ઉદ્ધાટન પણ કરશે.