Main Menu

આ છે કારણ, જ્હોનિસબર્ગ વનડેમાં સીરીઝ નહીં જીતી શકે વિરાટ!

ડરબનમાં જીત, સેંચુરિયનમાં જીત અને કેપટાઉનમાં પણ જીત. ટીમ ઈન્ડિયાએ દ.આફ્રિકા સામે પહેલી 3 વનડે મેચો જીતી લીધી છે અને હવે તેમનું સપનું છે કે જ્હોનિસબર્ગમાં પણ થઈ રહેલી સીરીઝ જીતે. પરંતુ તેમના આ સપના પર પાણી ફરી શકે છે. શનિવારે જ્હોનિસબર્ગનો મોસમ ખરાબ રહી શકે છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ત્યાં બપોર પછી વરસાદ પડવાની શક્યતા છે.

જ્હોનિસબર્ગનો હવામાન રિપોર્ટ
હવામાન ખાતાનું માનીએ તો શનિવારે ત્યાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેશે અને બપોર પછી વરસાદની પણ શક્યતા છે. ત્યાં સાંજે 4થી 10 વચ્ચે વરસાદ થઈ શકે છે. દ.આફ્રિકાના સમય પ્રમાણે ચોથી વનડે બપોરે 1 કલાકે શરૂ થશે અને સાંજે 4 વાગે વરસાદની આશંકા છે. વરસાદ થોભી થોભીને મેચમાં ખલેલ પહોંચાડી શકે છે. મેચ જ્યાં રમાવાની છે ત્યાંની ડ્રેનેજ સિસ્ટમ ઘણી સારી છે પરંતુ કદાચ ઓવરો ઓછી થઈ શકે છે.

જણાવી દઈએ કે ભારત પાસે પહેલીવાર દ.આફ્રિકામાં વનડે સીરીઝ જીતવાની તક છે. ટીમ ઈન્ડિયાએ ગત 25 વર્ષોમાં 6 સીરીઝ અહીંયા રમી છે પરંતુ એક પણ જીતી નથી શક્યાં. આવી સ્થિતિમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલી ચોક્કસ એવું ઈચ્છશે કે જ્હોનિસબર્ગમાં વરસાદ વિદ્ન ન બને અને ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચે.


error: Content is protected !!