Main Menu

‘પેડમેન’ને કારણે અક્ષય કુમાર સામે થઈ FIR, જાણો કારણ

અક્ષયકુમારની ફિલ્મ પેડમેન કાલે એટલ શુક્રવારે સિનેમા ઘરોમાં રીલીઝ થઈ ગઈ છે. દર્શકોને આ ફિલ્મનો મેસેજ ઘણો જ આકર્ષી રહ્યો છે. એક લેખકે આ ફિલ્મના મેકર્સ પર તેની સ્ક્રીપ્ટ ચોરવાનો આક્ષેપ લગાવ્યો છે. લેખક રિપૂ દમન જયસ્વાલે અક્ષય સામે એફઆરઆઈ નોંધીવી છે.

લેખકના કહેવા પ્રમાણે તેમણે ફિલ્મની સ્ક્રિટ ધર્મા પ્રોડક્શનને આપી હતી અને તે જ સ્ક્રીપ્ટ ચોરીને પેડમેન બનાવવામાં આવી  છે. લેખકે તેમના ફેસબુક પર લગભગ બે મહિના પહેલા લખ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા મે અરૂણાચલ મુરગનાથમ અને સાતી બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ પર સ્ક્રીપ્ટ લખી હતી અને રૈયાન સ્ટીફન (કરણ જોહર ક્રિએટીવ હેડ) અને વિક્માદિત્ય મોટવાનીને મોકલી હતી. જેના 10 દિવસ બાદ ટ્વિકંલ ખન્નાએ જાહેરાત કરી કે તેમનું પ્રોડક્શન હાઉસ અરૂણાચલમ મુરગનાથમની જિંદગી પર અક્ષય ખન્નાની સાથે ફિલ્મ બનાવે છે.

તેમણે એ પણ કહ્યું કે મેં એનું ટ્રેલર જોયું જેમાં ઘણાં બધા સીન મારી સ્ક્રીપ્ટમાંથી લેવાયેલા છે. તેમણે મારો કાલ્પનિક સીન જે રક્ષાબંધનનો છે તે પણ ચોર્યો છે. હકીકતમાં અરૂણાચલમની કોઈ બહેન જ ન હતી.

મેં નિર્ણય કર્યો કે આ ફિલ્મને હું કોર્ટમાં લઈ જઈશ અને ફિલ્મના પ્રોડ્યુસર સામે લડાઈ લડીશ. આ ફિલ્મ 9 ફેબ્રુઆરીના રીલીઝ થઈ છે અને પહેલા દિવસે ફિલ્મને સારો રિસ્પોન્સ મળ્યો છે.