Main Menu

રાજકોટમાં યુવતીની છેડતી મામલે યુવકની કરાઈ હત્યા

રાજકોટમાં દિવસેને દિવસે આતંક વધી રહ્યો હોય તેમ હત્યા, લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં યુવકની લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં એક યુવાન રવિ પરમારની લાશ મળી આવી હતી. આ યુવકના માથાના ભાગે પથ્થરના ઘા મારીને તેની હત્યા થઈ હોવાનુ પ્રાથમિક તારણમાં જાણી શકાય છે. તેના માથાના ભાગે ઘા દેખાઈ રહ્યાં છે. પોલીસે આ મામલો ગણતરીના કલાકોમાં જ સુલઝાવી દીધો હતો. હત્યાની જાણ થતાં પોલીસે આખા શહેરમાં નાકાબંધી કરી દીધી હતી. જેના પગલે બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપીઓની પૂથપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમણે યુવતીની છેડતી મુદ્દે હત્યા કરી હતી. હાલ આ મામલે પોલીસે વધુ પૂછપરછ કરી રહ્યાં છે અને તપાસની કાર્યવાહી આગળ ધપાવી રહ્યાં છે.

પી.આઈ,ક્રાઈમ બ્રાંચ, એચ.એમ.ગઢવીએ જણાવ્યું હતું કે રૈયાધાર વિસ્તારમાં એક યુવાનની લાશ હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર તપાસ કરાતા યુવકનું નામ રવિ પરમાર હોવાનું બહાર આવ્યું હતું. રવિ પરમાર નામના યુવકના માથાના ભાગે પથ્થરના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. ઘટનાને લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા બે વ્યક્તિને સકનજામાં લેવાયા છે.