Main Menu

આ રાશિની પત્નીને સંભાળવી મુશ્કેલ, તમારી પત્ની આ રાશિની છે તો વાંચી લો ઉપાય

એક સંબંધને ટકાવવા માટે બંન્ને તરફથી અનેક સારા પ્રયાસોની જરૂરત હોય છે અને અનેક સારી ચીજોને ધ્યાનમાં રાખવી પડે છે. સંબંધો માટે કોની કઇ રાશિ હોય છે તે જરૂરી નથી. પણ શું તમે જાણો છો કઇ રાશિની યુવતીઓ સારી પત્ની સાબિત થઇ શકતી નથી. જોકે, તેવું પણ નથી કે, આ રાશીની યુવતીઓ ખરાબ જ હોય છે પરંતુ તેમની મેરેજ લાઈફમાં સમસ્યાઓ આવવાની શક્યાતાઓ વધુ રહે છે. શાસ્ત્રો પ્રમાણે ગ્રહો અને કુંડળીમાં રહેલા દોષને દૂર કરવા માટે આવી રાશિની કન્યાઓને કઠિન તપસ્યાઓ કરવી પડતી હોય છે, ત્યારે જઈને તેઓ પોતાના લગ્ન જીવનની સમસ્યાઓને દૂર કરી શકતી હોય છે અને એક પર્ફેક્ટ પત્નીનો રોલ અદા કરી શકતી હોય છે.

વૃશ્વિક 

વૃશ્વિક રાશિની યુવતીઓ જીવનસાથી તરીકે સારી સાબિત થઇ શકતી નથી. આ રાશિની યુવતીઓ રફ અને ટફ હોય છે અને દિલથી કઠોર હોય છે. એવું નથી કે વૃશ્વિક રાશિની યુવતીઓની અંદર કોઇ પ્રકારની ખામી હોય છે. આ રાશિની યુવતીઓ સારુ બોલી શકતી નથી. તે જે સત્ય હોય તેમ બોલવામાં માને છે. કારણ કે તેને સત્ય છૂપાવતા આવડતું નથી. આ રાશિની યુવતીઓ દિલથી પ્રેમ કરશે પણ જો તમે તેને એક પણ તકલીફ પહોંચાડી તો આ તેના માટે ભૂલવું ખૂબ મુશ્કેલ હોય છે. તેને પોતાના આત્મસન્માન અને વિશ્વાસની ખૂબ કદર હોય છે. જો તમે તેના વિશ્વાસને તોડ્યો તો તમારા માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે.

વૃશ્વિક રાશિની યુવતીઓ સંબંધોથી ખૂબ આશાઓ હોય છે. તેને સમજવી ખૂબ મુશ્કેલ હોય છે. તેનું હદથી વધારે ઇમાનદાર રહેવું ક્યારેક સંબંધો માટે મુશ્કેલી સર્જી શકે છે. આ રાશિની યુવતીઓ પાર્ટનરને સારા બનાવવાના પ્રયાસ કરે છે પરંતુ તેનો આ રસ્તો અનેક લોકોને પસંદ પડતો નથી. જો તમે તેની આશાઓ પર ખરા ઉતરી શકતા નથી તો સમસ્યા ઉભી થઇ શકે છે.

કન્યા

કન્યા રાશિની યુવતીઓ પરફેક્શનિસ્ટ હોય છે અને સંબંધોમાં ખૂબ સજાગ રહેતી હોય છે. તે સંબંધોમાં પોતાનું 100 ટકા આપે છે. તેમ છતાં તેને અનેકવાર લાગે છે કે તે પોતાના સાથી માટે કાંઇ કરી રહી નથી જ્યારે તમને તેની આ આદત મુશ્કેલી સર્જી શકે છે. તેમની અંદર અસુરક્ષાની ભાવના હોય છે અને તમારે તેને સમજાવું પડે છે કે તે જેવી છે તેવી જ પરફેક્ટ છે અને તમને પસંદ છે. તે ઘણીવાર ઇર્ષાળું થઇ જાય છે. જો તમે કોઇ અન્ય સાથે વાતો કરો તો તેને ગમતું નથી. જો તમે આ રાશિની યુવતીને ડેટિંગ કરી રહ્યા હોય તો કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ.

ધન

જો તમે કોઇ વસ્તુ પર વધુ ધ્યાન આપવાનું પસંદ કરતા નથી તો ધન રાશિની યુવતીઓ સાથે લગ્ન કરો. બીજી તરફ જો તમે તેને ક્યારેક નીચા દેખાડવાની કોશિષ કરો છો તો તેને ખૂબ મોટું લાગે છે. જો તમે આ રાશિની યુવતીઓ પોતાની મરજી પ્રમાણે રહેવાનું પસંદ કરે છે. આ યુવતીઓને સંબંધમાં કમિટમેન્ટથી વધુ આઝાદી જોઇએ છે અને આ બાબતને તમે બદલી શકતા નથી.

વૃષભ

વૃષભ રાશિની યુવતીઓને ખૂબ સ્વતંત્ર હોય છે. જો તમે એકવાર પણ તેને દુખ પહોંચાડો છો તો તમને તે ક્યારેય માફ કરશે નહી અને તમારી લાઇફમાંથી જતી રહેશે. આ રાશિની યુવતીઓને પાર્ટનરની લાગણીઓ સાથે રમવું પસંદ નથી હોતું. તેને પોતાની લાઇફ પોતાની શરતો પ્રમાણે, જીવવી પસંદ છે. આ રાશિઓ અને તેના ત્તત્વ સંબંધિત સામાન્ય ગુણો પર આધારિત વિશ્લેષણ છે. જરૂરી નથી કે તમામ રાશિની યુવતીઓ આ પ્રમાણેની જ હોય છે. જો તમે એકબીજાને સારી રીતે સમજો અને એકબીજાના સ્વભાવો અને આદતો સાથે સમાધાન કરી રહો તો સારા પતિ-પત્ની બની શકો છો