Main Menu

મોદી સાહેબનો ફેબ્રૃઆરીના અંતમાં ફરીપાછો ગુજરાત રાઉન્ડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાદ મુખ્ય પ્રધાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે વડા પ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ વડા પ્રધાન કાર્યાલય દ્વારા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. જેથી આગામી ૨૫મી ફેબ્રુઆરીના રોજ સુરતમાં યોજાનારા રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફલેગઓફ કરશે. તેમ જ વડા પ્રધાન ગુજરાતમાં ભાજપના ટોચના નેતાઓ સાથે પણ મુલાકાત કરીને ચર્ચા કરશે.


error: Content is protected !!