Main Menu

આર્મી કેમ્પ પર હુમલો કરનાર 3 આતંકી ઢેર, બીજા દિવસે પણ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરની વિન્ટર રાજધાની જમ્મુના સુંજવાન સ્થિત સૈન્યની એક કેમ્પમાં શનિવારે વહેલી સવારે ફિદાયીન આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાને અંજામ આપ્યો હતો.આ હુમલામાં બે જુનિયાર કમિશંડ અધિકારી (જેસીઓ) શહીદ થઈ ગયા હતાં. જ્યારે એક કર્નલ રેંકના ઓફિસર,પાંચ મહિલાઓ અને એક બાળક સહિત 9 લોકો ઘાયલ થઈ ગયા હતાં. આ હુમલામાં સામેલ 3 આતંકીઓને સુરક્ષાબળે માર્યા હતાં. પોલીસ પ્રમાણે આ ઓપરેશન બીજા દિવસે પણ ચાલુ જ છે.

આ આતંકીઓની ઓળખ કારી મુશ્તાક ઉર્ફ છોટુ,મહોમ્મદ આદિલ ઉર્ફ મોહમ્મદ ભાઈ અને મોહમ્મદ ખાદિલ ખાન ઉર્ફ રશિદ તરીકે થઈ છે. જેમાંથી છોટુ એક વર્ષથી આમાં સક્રિય હતો.જ્યારે આદિલ ઓગસ્ટ 2017 પછી સોપોર અને પુલવામામાં, જ્યારે રાશિદ પુલવામામાં સક્રિય હતો.

પોલીસની વિગતો પ્રમાણે બેથી ત્રણ ફિદાયીન આતંકીઓ ગોળીબાર કરતાં-કરતાં સેનાના કેમ્પમાં ઘૂસી ગયા હતા. હાલમાં ત્યાં થોડી થોડીવારે ગોળીબાર ચાલુ છે. સુરક્ષાજવાનોએ આ વિસ્તારને ઘેરી લીધો છે. આર્મી સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે હુમલામાં ફેમિલી ક્વાર્ટરમાં રહેતા જેસીઓ શહીદ તેમજ એક જવાન શહીદ થયા છે. જ્યારે જેસીઓની પુત્રી ગંભીર રીતે ઘાયલ થઈ છે. તેમણે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે આતંકીઓ કેમ્પ સાથે જોડાયેલા ટિકરી નાકાથી કેમ્પમાં અંદર ઘૂસ્યા હતા.

સ્કૂલોને બંધ કરવામાં આવી

હુમલાને પગલે અધિકારીઓએ જમ્મૂ શહેરના સુંજવાન કેમ્પના આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ‘આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને સુંજવાન વિસ્તારની તમામ સ્કૂલને તત્કાલિક બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.’

રાજનાથસિંહ રાખી રહ્યા છે ઘટના પર નજર

આ વચ્ચે ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના ડીજીપી સાથે વાત કરી હતી અને ગૃહ મંત્રાલયના અધિકારીઓને આ ઘટના પર નજર રાખવાના નિર્દેશ આપ્યા છે.



« (Previous News)