Main Menu

‘મિશન 2019’ પહેલાં જ તૂટી રહ્યી છે ‘મિત્રતા’ અને બની રહ્યાં છે નવાં ‘સંબંધો’

નવી દિલ્હી: સંસદનાં બજેટ સત્રનાં પહેલો ભાગ 29થી 9 ફેબ્રુઆરી સુધી ચાલ્યો અને બીજો ભાગ 5 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે. બજેટ સ્ત્રનાં પહેલાં તબક્કામાં સંસદમાં ઘણી વાતો પહેલી વખત થઇ. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)નાં સહયોગી દળે ભાજપને તે અહેસાસ કરાવી દીધો કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગઠબંધનને જાળવી રાખવામાટે ભાજપ નેતૃત્વમાં તેમની વાત સાંભળશે.

ભાજપનાં બે સંસદીય બોર્ડની બેઠકમાં ‘2019ની લડાઇ’ને લઇને ચર્ચાઓ પણ થઇ. ભાજપ નેતૃત્વએ તમામ સાંસદોને આગામી ચૂંટણી માટે કમર કસી લેવા કહી દીધુ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે સાંસદોને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થવાનાં નિર્દેશ આપી દીધા છે. કારણ કે મતદાતાઓનો બે ત્રિત્યાંશ ભાગ ઇન્ટરનેટથી જોડાયેલો છે. ભાજપનાંમહાસચિવ રામ લાલ પાર્ટી કાર્યકર્તાઓની સાથે આ કામમાં સંપૂર્ણ જોતરાઇ ગયા છે.

બાળકો પર લખવામાં આવેલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બૂક ‘એક્ઝામ વોરિયર્સ’નું હિન્દી ભાંષાતર 16 ફેબ્રુઆરીએ લોન્ચ થશે. જેમાં ભાજપ સાંસદોને કહેવામાં આવ્યું છે કે તે તેમનાં સંસદીય ક્ષેત્રમાં આ ઉત્સવનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવામાં આવે.

તૂટી રહી છે મિત્રતા
હાલમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ એટલે કે NDAનાં સહયોગી દળ શઇવસેનાએ એકલા લડવાનો નિર્ણય કરી લીધો છે. તો તેલગૂ દેશમ પાર્ટી (TDP)એ પણ તેનો છેડો ફાડ્યો છે. અહીં સુધીનકે બિહારનાં પૂર્વ સીએમ જીતન રામ માંઝીએ હિન્દુસ્તાની આવામ મોર્ચા (HAM) અને ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP) જેવી નાની પાર્ટીઓ પણ અવાજ ઉઠાવી રહી છે. આ બધાની વચ્ચે રામ વિલાસ પાસવાન હાલમાં શાંત બેઠેલા છે. પણ રાજકિય વિશેષજ્ઞોની માનીયે તો, સામાન્ય ચૂંટણીની જાહેરાત બાદ પાસવાન જરૂર કોઇ નિર્ણય લેશે. એવામાં ભાજપની ચિંતાઓ વધી જાય તો નવાઇ નહીં.

કોગ્રેસે કસી લીધી છે કમર
ભાજપની સાથે જ કોંગ્રેસે પણ લોકશભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કમર કસી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીએ પાર્ટીમાં ઘણાં બદલાવ કરી લીધા છે. ઘણાંનાં રોલ બદલવામાં આવ્યાં છે. રાહુલ યુવાઓને વધુ મહત્વ આપી રહ્યાં છે અહીં સુધી કે બિહારનાં એક ઉમેદવારને ગઠબંધન થાય તો બે વિકલ્પ આપવા જણાવવામાં આવ્યું છે.

આપનાં સંકેત, જઇ શકે છે વિપક્ષમાં
એટલું જ નહીં આમ આદમી પાર્ટીનાં સંયોજક અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વિપક્ષમાં જવાનાં સંકેત આપી દીધા છે. આપનાં નવાં નવાં રાજ્યસભા સાંસદ બનેલા સંજય સિંહને રાષ્ટ્રપતિ ભવનમાં કોંગ્રેસ નીત સંયુક્ત પ્રગતિશીલ જૂથ (UPA) નેતાઓની સાથે બેઠેલા નજર આવ્યા હતાં.