Main Menu

ઓપેરા હાઉસમાં બોલ્યા પીએમ મોદી, દેશ બદલાઈ રહ્યો છે

વડાપ્રધાન મોદી યુએઈની યાત્રા પર છે.  વડાપ્રધાન મોદી યુએઈની યાત્રા પર છે તેઓ કાલે અબુ ધાબી પહોચી ગયા હતાં. રવિવારે સૌથી પહેલા પીએમ મોદીએ અબુધાબીના વહાત-અલ-કરામા મેમોરિયલ પહોંચ્યા અને તેમણે એમિરાતી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.

જે પછી દુબઈના ઓપેરા હાઉસ પહોંચ્યા છે જ્યાં ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યાં છે. આજે પીએમ મોદીને સાંભળવા માટે દુબઈના ઓપેરા હાઉસમાં ભારતીય સમુદાયના લોકોનો પહોંચવાના સવારથી જ શરૂ થઈ ગયા છે. મોદીના અહીંના પ્રવાસને કારણે ભારતીય સમુદાયમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પીએમ મોદીના સંબોધન દરમિયાન ઓપેરા હાઉસમાં તાળીઓના ગળગળાટ સાથે મોદી મોદીના નારા લાગતા રહ્યાં. પીએમ મોદીએ કહ્યું કે તમારા પ્રેમ અને સ્નેહ માટે આભાર. તેમણે કરેલા સંબોધનની મુખ્ય વાતો

-અખાતી દેશો સાથે ભારતના ગાઢ સબંધ
-2020 સુધીમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે
-સદભાવના સેતુથી મંદિરનું નિર્માણ
-મંદિરનું નિર્માણ માનવતાનું કેન્દ્ર

-અમારો સબંધ માત્ર વેપારનો નહીં પણ સહયોગનો છે
-ખાડીના દેશો ભારતીય માટે બીજું ઘર
-ખાડીના દેશોમાં 30 લાખ ભારતીયો
-આપણી જવાબદારી છે કે કોઈ ખામી ન રહી જાય
-અમે વધુ ઉંચાઈએ જવા માગીએ છીએ
-ભારતની વિશ્વ રેન્કિંગમાં જબરજસ્ત ઉછાળો

-નોટબંધીથી ગરીબોને ફાયદો
-નોટબંધીથી સાચી દિશાનું પગલું
-પહેલા નિરાશાના દિવસો પણ જોયા છે
-દુનિયા કહે છે “21મી સદી ભારતની સદી
-ભારતમાં વેપાર કરવો વધુ સરળ બન્યો છે
-60 વર્ષથી અટકેલું GST પાસ થયું
-સારા કામમાં મુશ્કેલી આવે છે, દેશ બદલવો સરળ નથી

-દેશ બદલાઈ રહ્યો છે
-ઓછા સમયમાં GSTની મુશ્કેલીઓને દૂર કરી

અબુ ધાબીમાં મંદિરનું  શિલાન્યાસ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશના પ્રવાસે ગયા છે. તેઓ અબુ ધાબીમાં મંદિરનું  શિલાન્યાસ કર્યું. 2015માં યુએઈની સરકારે હિંદુ મંદિર માટે જમીન ફાળવણી કરી હતી. અબુ ધાબીથી 41 કિમી દુર દૂર વાથબામાં 20 હજાર વર્ગ કિમીના વિસ્તારમાં મંદિર બનાવવામાં આવશે.

વર્ષ 2015માં જ્યારે પીએમ પહેલીવાર અબુ ધાબી ગયા હતા, ત્યારે તેમણે અહીંના લોકોને મંદિરનો વાયદો કર્યો હતો. હવે બે વર્ષ બાદ આ વાયદો પૂરો થશે અને અહીં વસતા હિંદુઓનું સપનું સાકાર થશે. યુએઈમાં લગભગ 2.6 મિલિયન ભારતીય રહે છે અને અહીંની જનસંખ્યાના તે 30 ટકા છે.

સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી

હાલ તે અબુધાબીના વહાત-અલ-કરામા મેમોરિયલ પહોંચ્યા છે. અહીંયા તેમણે એમિરાતી સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ બાદ વડાપ્રધાન રવિવારે અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરનો શિલાન્યાસ કરશે. ઓમાનમાં 100 વર્ષ જૂના શિવાલયમાં દર્શન કરશે. સાથે જ મસ્જિદ પણ જશે.

2015માં તેમણે અહીંયા પહેલી મુલાકાત કરી હતી, જ્યારે યુનાઇટેડ આરબ અમીરાત સરકારે આ મંદિર માટે જમીન આપવાની જાહેરાત કરી હતી. આ મંદિર સ્વામીનારાયણ સંસ્થા તરફથી બનાવવામાં આવી રહ્યું છે. મોદીના સ્વાગતમાં શનિવારે અહીંયા બુર્જ ખલીફા સહિત ઘણી ખાસ ઇમારતોને ભારતીય ત્રિરંગાની રોશનીમાં રોશન કરવામાં આવી.

મળતી માહિતી અનુસાર આ અક્ષરધામ મંદિરમાં ભગવાન કૃષ્ણ, ભગવાન મહેશ્વર અને ભગવાન અયપ્પાની મૂર્તિઓ સ્થાપીત કરવામાં આવશે. આ સિવાય મંદિર પરિસરમાં એક બગીચો અને ફૂવારો પણ લગાવવામાં આવશે. તમને જણાવીએ કે, PM મોદી 11 ફેબ્રુઆરીએ દુબઈના ઓપેરા હાઉસથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મંદિરની આધારશિલા રાખશે.

ઉલ્લેખનીય છે કે, દુબઈમાં બે હિંદુ મંદિર અને એક ગુરૂદ્વારા છે. યુએઈમાં ભારતીય રાજદૂત નવદીપ સિંહ સુરીએ જણાવ્યું કે, ‘મને વિશ્વાસ છે કે, મંદિરના નિર્માણ બાદ આ માત્ર ભારતીય સંસ્કૃતિનું પ્રતિક નહીં હોય, પરંતુ આ યુએઈની વિવિધતા અને સૌહાર્દને પણ દર્શાવશે’.