Main Menu

સમસ્ત વઘાસિયા પરિવાર દ્વારા વલારડીમાં શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે

સમસ્ત વઘાસિયા પરિવારની જીવંત જ્યોત રણખાંભીના સુરાપુરા શ્રી પાતાદાદાના સાનિઘ્યે 64 જોગણીઓના અવતરણનું મહાપર્વ :

[wpdevart_youtube]tE65I6aSIRI[/wpdevart_youtube]

તા. 17 થી જ્ઞાનયજ્ઞનો પ્રારંભ અને 25મી એ પૂર્ણાહૂતિ :

જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ કથા રસપાન કરાવશે :

વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી : રકતદાન કેમ્પ, લોકડાયરા, સાંસ્કૃતિક કાર્યક્રમો

અમરેલી, બાબરા તાલુકાના વાલારડી ગામે સમસ્ત વઘાસિયા પરિવારની જીવંત જયોત રણખાંભીના સુરાપુરા શ્રી પાતાદાદાના પાવન સાનિધ્યમાં 64 જોગણીઓના અવતરણનું મહાપર્વ નિમિતે તા. ૧૭-૨ થી ૨૫-૨ સુધી શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞ યોજાશે. જેમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટ સંગીતમય શૈલીથી રસપાન કરાવશે.
સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 દરમિયાન કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાશે અને દરરોજ મહાપ્રસાદ તથા 64 જોગણીદર્શન, વેશભૂષા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
તા. 17ના સુરવીરગાથા, તા. 18 સરસ્વતી ગૌશાળા ધૂન મંડળ સુરતનો કાર્યક્રમ , તા. 19ની રાત્રે લોકડાયરો જેમાં અલ્પા પટેલ, દિનેશ વઘાસિયા, જ્યોતિદાન ગઢવી, ગજા નંદ પારેખ ડાયરો જમાવશે. તા. 20 ના સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલી દ્વારા અને તા. 21 ના રોજ શ્રી આવળ રાસ મંડળ પોરબંદરનો કાર્યક્રમ અને તા. 23 ના રોજ રાત્રે લોકડાયારામાં કિર્તીદાન ગઢવી, ઘનશ્યામ લાખાણી, તા 24ન રાત્રે દાંડિયારાસ જેમાં દિનેશ વઘાસિયા, કાજલ વઘાસિયા, જય વઘાસિયા, કિશન વઘાસિયા, આશિષ વઘાસિયા, અરવિંદ વઘાસિયા, જાશમીન શેખ જમાવટ કરશે. જલથેરાપી એન્ડ નેચરોપેથી સેન્ટરના ડો. અંકિત વઘાસિયા અને જીપ્સ હોસ્પિટલ અને વ્યસનમુકિત સેન્ટરના ડો. પ્રદીપ વઘાસિયા, મેહુલ પટેલ અમદાવાદ દ્વારા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલીના સહયોગી લાઇન્સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તા. 18, 21,24 ફેબ્રુઆરીએ યોજાશે.

સમગ્ર મહોત્સવનું લાઈવ પ્રસારણ કરાશે. આ મહોત્સવમાં સંતો- મહંતો, મહાનુભાવો, ઉધોગપતિઓ, વેપારીઓ, સગાસ્નેહીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો લાભ લેવા સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા જણાવાયું છે.

[wpdevart_youtube]MK9pKVt2z2o[/wpdevart_youtube]

[wpdevart_youtube]btA3UYJuycs[/wpdevart_youtube]

 


error: Content is protected !!