Main Menu

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા વિરાસત કંપની સીલ, ભેળસેળવાળો નારીયેલ તેલનો જથ્થો જપ્ત

રાજકોટ, આરોગ્ય વિભાગ દ્વારા કોઠારિયા રોડ પર આવેલી વિરાસત કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં વિરાસત બ્રાન્ડ નોરિયલ તેલમાં મિનરલ ઓઇલની ભેળસેળ જોવા મળી છે. હાલ તો તકેદારીના ભાગરૂપે વિરાસત કંપનીને સીલ કરીને રૂ.9 લાખનો સાડાપાંચ ટન માલને જપ્ત કરી લેવામાં આવ્યો છે.

મળતી વધુ વિગત મુજબ, ભેળસેળની બાતમીને આધારે આરોગ્ય વિભાગે રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી વિરાસત કંપનીમાં તપાસ હાથ ધરી હતી, આરોગ્ય વિભાગની તપાસમાં વિરાસત બ્રાન્ડ નોરિયલ તેલમાં મિનરલ ઓઇલની ભેળસેળ જોવા મળી છે. વિરાસત કંપનીને સીલ કરીને રૂ.9 લાખનો સાડાપાંચ ટનના માલને જપ્ત કરી લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે આ મિનરલ ઓઇલના કારણે શરીરને કેન્સર જેવા રોગો થવાની સંભાવના રહે છે, જેથી તંત્ર હાલ પોલીસ-કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર એચજી કોશિયાએ જણાવ્યું હતું કે આ ગંભીર પ્રકારની ભેળસેળ છે, જેમાં કાયદા મુજબ રૂ.5 લાખનો દંડ અને આજીવન કેદની સજાની જોગવાઈ છે.