Main Menu

2019માં તમામ વિપક્ષ સાથે લડવા માટે તૈયાર છીએ: અમિત શાહ

આવતા વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને વિપક્ષને એક સાથે કરવામાં લાગેલી કોંગ્રેસે ‘ડિનર ડિપ્લોમેસી’નો સહારો લીધો હતો. જેના પર ભાજપ અધ્યક્ષ અમિત શાહનું કહેવું છે કે સોનિયા ગાંધીની ‘ડિનર ડિપ્લોમેસી’થી તેમની પાર્ટીનું કંઈ જ નહિં બગડે. ભાજપ મિશન 2019ને લઈને કેટલાક લોકોના સંપર્કમાં છે.

અમિત શાહે શનિવારે આ વાત એક કાર્યક્રમ દરમિયાન કહીં હતીં. તેમણે કહ્યું કે, ‘એન્ટી ઇંકમ્બૈંસી (વિરોધી લહર)એ દળો માટે છે જે સત્તાનો ઉપયોગ કરે છે, પીએમ મોદી આ દેશ માટે 20 કલાક કામ કરનારા પ્રધાનમંત્રી છે. અમારે કોઈ વસ્તુથી ડરવાની જરૂર નથી.’

અમિક શાહે 2019ની ચૂંટણીને લઈને દાવો કર્યો છે કે ભલે યૂપીમાં ગઠબંધન થઈ જાય, પરંતુ ઉત્તરપ્રદેશમાં ભાજપ 50 ટકાથી વધારે વોટ લઈને સરકાર બનાવશે.

જણાવી દયે કે લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને દેશમાં બદલાતા સમીકરણો વચ્ચે વિપક્ષ ભાજપ વિરૂદ્ધ એક જુટ થવાની કોશિશમાં લાગ્યું છે. આ હેઠળ લોકસભામાં વિપક્ષની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે 13 માર્ચે ડિનર ડિપ્લોમેસીનું આયોજન કરીને તમામ દળોના મુખિયાઓને ડિનર પર બોલાવ્યા હતા. પૂર્વ કોંગ્રેસ ચેયરપર્સન સોનિયા ગાંધીએ 10 જનપથ સ્થિત પોતાના નિવાસ સ્થાન પર ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું.

ડિનર પાર્ટીમાં એનસીપીના શરદ પવાર, તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, સપાના રામગોપાલ યાદવ, બસપાના સતીશચંદ્ર મિશ્ર, આરજેડીના મીસા ભારતી અને તેજસ્વી યાદવ, સીપીએમના મોહમ્મદ સલીમ, સીપીઆઈના ડી.રાજા, દ્રમુકના કનિમોઝી અને શરદ પવારે ભાગ લીધો હતો. કોંગ્રેસ તરફથી પાર્ચી અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, ગુલામ નબી આઝાદ, અહેમદ પટેલ, એ.કે એંટનીએ ભાગ લીધો હતો.