Main Menu

જેનિફર લોપેઝે ખોલ્યું રહસ્ય, ‘જ્યારે ડિરેક્ટરે મને શર્ટ ખોલવા કહ્યું…’

ગાયિકા તેમજ અભિનેત્રી જેનિફર લોપેઝે હવે શારીરિક શોષણ સામે ખુલીને વાત કરી છે. પોતાની એક્ટિંગ અને ગીતોને કારણે દુનિયભરમાં પ્રસિદ્ધ લોપોઝે જણાવ્યું કે તેને એક ડિરેક્ટરે તેની છાતી બતાવવાનું કહ્યું હતું. સમાચાર એજન્સી આઈએએનએસએ હારપર્સ બાઝાર મેગેઝિનમાં છપાયેલા જેનિફર લોપેઝના ઇન્ટરવ્યૂના હવાલેથી આ જાણકારી આપી હતી. મેગેઝિન સાથે જેનિફર હોલિવૂડમાં પોતાના અનુભવો અંગે વાત કરી રહી હતી.

જેનિફર લોપેઝે કહ્યું કે તે ડિરેક્ટરની આવી અયોગ્ય માગણી સાથે અસહમત થઈ હતી, કારણ કે તે તેને છાતી બતાવવા માટે આદેશ કરી રહ્યો હતો. જેનિફરે કહ્યું કે, ‘બીજી મહિલાઓનું જેવી રીતે શોષણ કરવામાં આવ્યું હતું તેવી રીતે મારું શોષણ કરવામાં આવ્યું ન હતું.’ જેનિફરને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેને ક્યારેય કોઈ ડિરેક્ટરે શર્ટ ખોલીને બ્રેસ્ટ બતાવવા કહ્યું હતું? શું તેણે આવું કર્યું હતું? આના જવાબમાં જેનિફરે કહ્યું હતું કે મેં આવું કંઈ જ કર્યું ન હતું.

લોપેઝે કહ્યું હતું કે મારી સાથે આ બનાવ ડિરેક્ટર સાથે મારી પ્રથમ મુલાકાત વખતે બન્યો હતો. જેનિફરે કહ્યું કે એ સમયે હું કંઈ પણ બોલવાથી ડરી રહી હતી. મને લાગી રહ્યું હતું કે મારું હૃદય બહાર આવી જશે. હું વિચારી રહી હતી કે હું શું કરું. આ વ્યક્તિ મને કામે રાખી રહ્યો છે. આ મારી પ્રથમ ફિલ્મોમાંની એક હતી. હું જાણતી હતી કે આ વ્યક્તિનું વર્તન બરાબર નથી. આ નિર્ણય મને ખોટી દિશામાં પણ લઈ જઈ શકતો હતો.’ જોકે, જેનિફરે એ ડિરેક્ટરનું નામ આપ્યું ન હતું.


error: Content is protected !!