Main Menu

રાજકોટ બી. ટી. સવાણી હોસ્પિટલમાં ચેપી લોહી ચડાવી દેતા 180 દર્દીઓને કમળો

રાજકોટ, બી.ટી. સવાણી હોસ્પિટલના સતાધીશોની ઘોર બેદકારી સામે આવી છે. જેને લઈને ડોયાલિસિસના 180 દર્દીઓ કમળાના ભોગ બન્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

ઘટનાની વિગત અનુસાર બી.ટી. સવાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 180 દર્દીઓને ચેપી લોહી ચઢાવવામાં આવ્યું હતું. જેને લઈને તેઓ કમળાના ભોગ બન્યા છે. જે દર્દીઓ કમળાનો ભોગ બન્યા છે તે તમામ દર્દીઓ ડાયાલિસિસના દર્દીઓ છે. તો સમગ્ર મામલાની જાણ તંત્રને કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહત્વનું છે કે દર્દીઓને ચઢાવવામાં આવતું લોહી રેડ ક્રોસ બ્લડ બેંકમાંથી આવે છે. જેથી હોસ્પિટલના સત્તાધીશોએ સમગ્ર દોષનો ટોપલો લેબોરેટરી પર ઢોળી દીધો છે.

હોસ્પિટલના સત્તાધીશોનું શું કહેવું છે?
હોસ્પિટલના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ગાઈડલાઈન આપશે તે અમે પૂર્ણ કરીશું. અને સરકારને આ સમગ્ર ઘટનામાં અમે સહયોગ આપીશું. અમારી તમામ કાર્યવાહી ટ્રાન્સપરન્ટ છે.

મહત્વનું છે કે 3 માસમાં 50 દર્દીઓને ચેપી લોહીનો કમળો થયો હતો. ત્યારે આ સમગ્ર મામલે હોસ્પિટલે લેબોરેટરીને જવાબદાર ગણાવી છે. જો કે આ સમગ્ર મામલે હકીકત શું છે તે તો તપાસ કર્યા બાદ જ સામે આવશે. પરંતુ હોસ્પિટલની બેદરકારીના કારણે 180 લોકો કમળાનો ભોગ બન્યા છે.