Main Menu

Gujarat માં ભાજપ સરકારની તાનાશાહી, RTE ની ગેરવ્યસ્થાનો વિરોધ કરતા NSUI કાર્યકર્તાઓની ધરપકડ

અમદાવાદ, Gujarat માં RTE કાયદાઓને લઈને NSUI દ્વારા આંદોલન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં પણ ભાજપ સરકાર કાયદાનું પાલન કરાવવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. તેમજ જયારે મોટી મોટી શાળાના સંચાલકો તેમને ચૂંટણીફંડ આપે છે. જેના પગલે આ શાળામાં ઓછા વિધાર્થીઓ એડમિશન લે તે પ્રકારનું આયોજન કરવામાં સરકાર વ્યસ્ત છે. તેવા સમયે કોંગ્રેસ અને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા સરકારની નીતિનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

જયારે RTE મુદ્દે વાલીઓને પડતી મુશ્કેલીને વાચા આપવા આજે એનએસયુઆઈ દ્વારા અમદાવાદ જીલ્લા શિક્ષણધીકારીની કચેરી ખાતે ફૂટબોલ સાથે દેખાવો કર્યો હતો. જો કે આ આંદોલનથી ગભરાઈ ગયેલી સરકારે આંદોલન અને અવાજ દબાવવા માટે NSUI ના વિદ્યાર્થી નેતાઓ શાહનવાઝ શેખ તથા નારાયણ ભરવાડની ધરપકડ કરી તેમની પર રાયોટીંગનો કેસ દાખલ કર્યો છે. તેવા સમયે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ ભાજપાના મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા ના દબાણ હેઠળ પોલીસને બોલાવી તેમની ધરપકડ કરાવી છે.

જો કે આ ખોટી ફરિયાદ વિરુદ્ધ NSUI નું એક ડેલિગેશન પોલીસ કમિશનર મળ્યું અને તેમને તમામ જાણકારી આપી પોલીસ કમિશનરે આશ્વાસન આપ્યું છે કે તે તેમની નિગરાની હેઠળ આ બાબતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.