Main Menu

ઉનાળામાં આ પીણાંનું સેવન સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

બળબળતો તાપ અને ગરમ હવાની ઋતુ એટલે ઉનાળો.

આ ઋતુની તમારી કાર્યક્ષમતા પર ઘણી જ ખરાબ અસર પડે છે, પોતાના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે. ખાસ કરીને તમારી ખાણી-પીણી પર વધારે ધ્યાન આપવું જોઈએ, નહી તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. કેટલીક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમકે, ઝાડા-ઉલટી, પેટમાં ગેસ, સનબર્ન અને સ્કીન ઇન્ફેકશન વગેરે. તેથી જ અમે તમારાં સારા સ્વાસ્થ્ય માટે લઈને આવ્યા છીએ કેટલીક એવી વસ્તુઓનું લીસ્ટ, જેને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો.

જેને ઉનાળાની ઋતુમાં વધારે તરસ લાગે છે, તેથી સાદું પાણી પીવાના બદલે લીંબુ પાણી, મેંગો ઍમેરલ્ડ, શરબત અથવા તો લસ્સી પીવાનો વધારે આગ્રહ રાખવો જોઈએ. આ પેય પદાર્થો પીવાથી તમને પેટ સબંધિત કોઈ પ્રકારની સમસ્યા નહી થાય. આ ઋતુમાં તરસ લાગવાના કારણે દિવસભરમાં વધારે પડતું પાણી પીવાય છે. તેથી જ ક્યારેય પણ ઓઈલી ફૂડ અને ઓવર ઇટીંગ ન કરો.

આ ઋતુમાં તમે પુષ્કળ પાણીની માત્રાવાળી વસ્તુઓનું વધારે સેવન કરો. મોસમી ફળ જેવા કે, તરબૂચ, શક્કરટેટી, લીચી, કાકડી, કેરી, શેરડી નો રસ, મેંગો શેક, દાડમનું જ્યુસ વગેરે. ઉનાળામાં ખોરાકમાં ઓઈલી વસ્તુઓ અને ઓછી મસાલેદાર વસ્તુઓને ભૂલીને પેય પદાર્થોનું સેવન કરો. તમે જવમાંથી બનેલી વસ્તુઓ ખાઈ શકો છો.

ઉનાળાની ઋતુમાં ચા, કોફીનાં બદલે કોલ્ડ કોફી, ગ્રીન ટી, લેમન ટી, હર્બલ ટી વગેરે પીવાનો વધારે આગ્રહ રાખો. જો તમે બહારથી આવીને તે સમયે ઠંડું પાણી પીવો છો તો તમને હીટ-વેવ થઇ શકે છે, તેથી થોડા સમય બાદ જ પાણી પીઓ.

 ઉનાળાની ઋતુમાં બજારમાં મળતી વસ્તુઓ ન ખાવી જોઈએ. બજારમાં મળતો વાસી ખોરાક ખાવાથી ડાયેરિયા, હેઝા, કમળો, ડીહાઈડ્રેશન, ફૂડ પોઇઝનિંગ, ગેસ અને અપચો જેવી બીમારીઓ થઇ શકે છે.