Main Menu

જામનગરમાં મુખ્યમંત્રી દ્વારા લાખોટા મ્યુઝીયમનું લોકાર્પણ સંપન્ન

જામનગર, તા.૫, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા રૂ.૧૮ કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામેલા લાખોટા મ્યુઝિયમનું લોકાર્પણ થયું હતું. લાખોટા મ્યુઝિયમએ પુરાતત્વીય સંગ્રહાલય છે. જેના જાળવણી અને રક્ષણ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આગવી ઓળખના કામ અંતર્ગત અકિલા આ પ્રોજેકટ માટે કુલ ૧૮ કરોડના કામો થયા છે. મુખ્યમંત્રીશ્રીએ લાખોટા મ્યુઝિયમનું નિરીક્ષણ કરી સંગ્રહાલયની વિવિધ માહિતી  મેળવી હતી.
મ્યુઝિયમમાં થયેલ કામગીરી જોઇએ તો આ પ્રદેશની જૂનવાણી પધ્ધતિથી  રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, કોઠાની અંદર તેમજ બહારના  પાથવેનું ફલોરિંગ વર્ક, કોઠાના આગળ તેમજ પાછળની અટારીઓ, ધ્વજા દંડ તેમજ દેરાણી જેઠાણી સ્થાપત્યનું રી પ્રોડકશન વર્ક, કોઠાના દરેક બારી –  દરવાજા તેમજ છતમાં રહેલ લાકડાનું કન્સોલીડેશન વર્ક, તમામ ભીત ચિત્રો તેમજ પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, મ્યુઝિયમમાં તમામ પૌરાણિક વસ્તુઓને તેમના નામ અને લખાણ સાથે પ્રોપર ડિસ્પ્લે કરવાનું કામ, જામનગરના એકમાત્ર સંગ્રહાલય માટે વ્હેલ માછલીનું વિશાળ હાડપિંજર મૂકવામાં આવેલ છે, લાખોટા કોઠા પર જુદી જુદી જગ્યોઓએ રણમલ તળાવના વિભિન્ન દ્રશ્યો અને ખાસ કરીને બર્ડ વોચર્સ માટે બાઇનોકયુલર્સ ગોઠવવામાં આવેલ છે, લાખોટા કોઠાની બંને બાજુએથી સરળતાથી પ્રવેશ તેમજ નિકાસ માટે આકર્ષક પ્રવશેદ્વાર બનાવવામાં આવેલ છે.
લાખોટા કોઠા સ્થાપત્યનું સંપૂર્ણ લાઇટીંગ અને ઇલેકટ્રીફિકેશન વર્ક, લાખોટા કોઠા તેમજ રણમલ તળાવના જુદા જુદા ઐતિહાસિક વારસાઓનું વર્ણન કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ, , સાંસદશ્રી પૂનમબેન માડમ, ધારાસભ્યશ્રી હકુભા જાડેજા, મેયર શ્રીમતી પ્રતિભાબેન કનખરા, પુર્વમંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી, શ્રી ચિમનભાઇ સાપરીયા, શ્રી મુળુભાઇ બેરા, શ્રી બ્રીજરાજસિંહ જાડેજા, પુર્વ સાંસદશ્રી ચંદ્રેશભાઇ પટેલ, કમિશ્નર અને ઇન્ચાર્જ કલેકટરશ્રી આર.બી. બારડ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.