Main Menu

સમર્પણએ Investment છે,સ્વામિનારાયણ સંપ્રદાયએ સમર્પણનો વિરલ સંપ્રદાય છે : પૂ. મહંત સ્વામી

પ.પૂ. મહંત સ્વામીની હાજરીમાં ઉજવાયો સંપ દિન

(સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. 29, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૯ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગત આજે સંપ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
પ.પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સમર્પણ દિન ઉજવાયો હતો. આ દિનની શરૂઆત પ.પૂ. મહંતસ્વામી મહારાજ ના પ્રાતઃ પૂજા ના દર્શન લાભ સાથે થઈ હતી. આજની પૂજામાં ગુજરાતના સુવિખ્યાત ગાયક શ્રી બિહારીભાઇ હેમુદાનભાઈ ગઢવીએ પોતાનો કંઠ પાવન કર્યો હતો.

પ્રાતઃ પૂજા દર્શન બાદ પ.પૂ. મહંતસ્વામી મહારાજ પ્રાતઃ આશીર્વચનમાં સમર્પણનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે, ‘

સમર્પણ એ આપણા સંપ્રદાય નો ઇતિહાસ છે. માણસને જે કાંઈ પ્રાપ્ત થાય છે તે ભગવાનનું આપેલ છે અને તેમનું આપેલ જ તેમને પાછું આપવાનું છે, છતાં પણ જ્યારે તને-મને અને ધને સમર્પણની વાત આવે ત્યારે મન સંશય કરે છે. માટે સાચું સમર્પણ તે જ છે જે મન-કર્મ-વચને અને હૃદયની શુદ્ધ પવિત્ર ભાવનાથી કરવામાં આવે.’

સાથે-સાથે આજરોજ સમર્પણ દિન નિમિત્તે પ.પૂ. મહંત સ્વામી મહારાજના જીવનપ્રાણ સમા એવા શ્રી હરિકૃષ્ણ મહારાજની સુવર્ણતુલા વિધિ કરવામાં આવી હતી. આ સુવર્ણતુલા માં પુરુષ-મહિલા સર્વ હરિભક્તો એ યથાશક્તિ સેવા કરી હતી અને પોતાની હરિકૃષ્ણ મહારાજ પ્રત્યેની ભાવોર્મિ અને ભક્તિ અદા કરી હતી. તેમજ સાયં સભાના અંતિમ ચરણમાં તમામ હરિભક્તોને પોતાના આશીર્વચનમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે,’સમર્પણથી સ્વયં શ્રીજી મહારાજ તમારા બધા ના હૈયા સોનાના કરી દેશે અને મોક્ષની પ્રાપ્તિ આપણને શુદ્ધ પવિત્ર સંત તથા ભગવાન જ આપી શકે એમ છે.’ સાથો સાથ પ.પૂ. મહંત સ્વામી મહારાજ સમીપ દર્શનનો અદભુત લાભ પ્રત્યેક હરિભક્તોને સભા ની અંદર પ્રાપ્ત થયો હતો. ૮૫ વર્ષની જૈફ વયે પણ પ.પૂ.સ્વામીશ્રીએ સતત એક કલાકથી પણ વધારે સમય બિરાજમાન થઈને છેલ્લામાં છેલ્લા હરિભક્તને પોતાના સમીપ દર્શનથી કૃતાર્થ કર્યા હતા.

આવતીકાલના રોજ BAPS સ્વામિનારાયણ મંદિરે યોજવામાં આવશે સર્વરોગ નિદાન યજ્ઞ જેની અંદર રાજકોટના ૫૫ જેટલા વિખ્યાત નિષ્ણાંત ડોક્ટર દ્વારા તબીબી નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે. તેમજ પ.પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સિધ્ધાંત દિન ઉજવવામાં આવશે. જેમાં સાયંકાળે સભા દરમિયાન BAPS રાજકોટના શીશું તેમજ બાળકો દ્વારા ‘ શીશુ શાસ્ત્રાર્થ ’ ની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે તેમજ પ.પૂ. મહંત સ્વામી મહારાજના આશીર્વચનનો લાભ પણ પ્રાપ્ત થશે.


error: Content is protected !!