Main Menu

સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા પિતૃવંદના મહોત્સવ યોજાયો

સમાજહિત કાજે વીરગતી હાંસલ કરનાર સુરાપુરા પાતાદાદાનાં સાંનિધ્યે ભાદરવી અમાસની થઇ ઉજવણી

અમરેલી તા. 09, અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકાનાં નાનકડા વલારડી ગામે તાજેતરમાં ગુજરાતભરનાં લેઉવા પટેલ સમાજનાં વઘાસિયા પરિવારનાં મોભીઓ ભાદરવી અમાસે પિતૃમોક્ષાર્થે એક છત્રનીચે એકત્ર થયા ત્યારે પરસ્પર આદાન પ્રદાન કરતા વિચારો જેવા કે …..મનુષ્ય કુદરતની અદ્‌ભુત રચના છે. જડ અને ચેતન બધા જ પદાર્થો કુદરતના ખોળામાં બેસી અણમોલ આનંદ ઉઠાવે છે. કુદરત સાથે મૈત્રી સ્થાપીને જ આપણું જીવન આગળ વધે છે. સભ્યતાની ખોટી ચાદર ઓઢીને મનુષ્યને કુદરત(પ્રકૃતિ) પર વિજય મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કુદરતે જોયું કે મનુષ્ય તેને પડકારી રહ્યો છે. તો તે ધીમે-ધીમે આપણાથી રિસાવા લાગી એ જ વખતે વૈજ્ઞાનિક પ્રગતિએ, પશુ-પક્ષીઓ અને સુંદર ફુલો, નદીઓ અને જંગલની વનસ્પતિઓથી આપણું ધ્યાન બીજે વાળવા માંડયું, જેને પરિણામે આપણું શરીર વિકારોથી ઘેરાઈ અસ્વસ્થ રહેવા લાગ્યા. ન જાણે કેમ આપણે ભૂલી ગયા કે સમય, ૠતુ પરિવર્તન, ભોજન પરિવર્તન, પર્યાવરણ વગેરે ડગલે પગલે આપણી સાથે જ ચાલે છે. ઘરનાં વડીલો પ્રકૃતિ સાથે કદમતાલ મેળ કરીને સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરી સાદુ અને સાચું જીવન જીવતા હતા. તેમના વિચારો બહુ પવિત્ર અને જીવવા માટે ખૂબજ ઉપયોગી હતા. સ્વસ્થ તન (શરીર)માં જ સ્વસ્થ મન વસે છે. આ વાતને ધ્યાનમાં રાખીને તેઓ હંમેશા પ્રસન્નચિત(ખુશ) રહેતા હતા. જીવનરૂપી રથનો સારથી સારૂ સ્વાસ્થ્ય છે. પુરૂષતો રથ પર ચૂપચાપ બેઠો છે. તેની ફરજ છે કે સ્વસ્થાતા તરફ ધ્યાન આપતાં કર્તવ્યના પથ તરફ આગળ વધતો જાય. સ્વસ્થ રહેવા માટે સૂર્યોદય પહેલા જાગો, નિત્યકર્મથી પરવારી, પ્રસન્ન મનથી પૌષ્ટિક ભોજન લ્યો, શરીર ટકાવે છે અને મનને સરસ તથા સુંદર બનાવે છે. બસ એવી જ રીતે સંગઠન-સમાજ, પરિવાર કે સંસ્થા ચલાવવા માટે નિતિ, નિયમ, સંયમ, પ્લાનિંગ, આયોજન, લક્ષ્ય અને સિધ્ધાંત, સેવા, સહકાર, શિક્ષણ તેમજ સહયોગ નિસ્વાર્થ ભાવથી કરવા માટે પુરતુ સરળ-આયોજન કરવાનાં ભાવથી સમસ્ત વઘાસિયા પરિવારના સુરાપુરા પાતાદાદાનાં સાનિધ્યમાં અમરેલી જિલ્લાના વલારડી ગામ ખાતે પિતૃવંદના મહોત્સવ સૌ પરિવારજનોની હાજરીમાં યોજાયો હતો. ભાદરવી અમાસનું પિતૃનું ઋણ અદા કરવાના ભાવ સાથે વઘાસિયા પરિવારના સૌ પરિજનોએ આ પિતૃઋણ અનોખી રીતે અદા કર્યુ હતું. ભાદરવી અમાસનાં વહેલી સવારથી જ પરિવારજનો સુરાપુરા દાદાના સાનિધ્યમાં હાજર થઈ ગયા હતા. મહોત્સવને ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઈ પટેલ અને વધાસિયા પરિવારનાં ભામાશા મનસુખભાઇ ડેની, પુર્વ મંત્રી વી.વી.વધાસિયા,વલારડી ધામના રાજુભાઇ, હરેશભાઇ, નીતિનભાઇ અને ટીમનાં હસ્તે દિપપ્રાગટય કરીને મહોત્સવનો શુભારંભ કરેલ હતો.

આ પ્રસંગે સમાજનાં ભાઇ બહેનોને સંબોધતા રાજુભાઇએ જણાવ્યુ હતુ કે સમાજને સંગઠિત રાખવા માટે આપણે તન, મન, ધનથી પ્રયત્ન કરવો જોઈએ.. કોઈ તન એટલે શરીરથી સમય આપી મહેનત કરવી સૌથી અઘરૂં અને કિંમતી કાર્ય છે. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ કાર્ય સમય ફાળવવાનું કાર્ય છે. આ ચિંતા અને હરિફાઈના ટેકનોલોજીના યુગમાં સમય મહામૂલ્યવાન છે. જેમની પાસે સમય છે એ સાથે સાથે તન, શરીરથી સેવા કરે છે એ વ્યકિતને અવગણવા જોઈએ નહી કારણ કે કોઈપણ સંસ્થા, પરિવાર કે સંગઠન શરીર સાથે સમય આપનારથી જ સંગઠન, સંસ્થા ચાલતી હોય છે. સમય… તન સાથે મન પણ હોવું જરૂરી છે એટલે કે ‘‘મન હોય તો માળવે જવાય’’ ઈચ્છા, દાનત, કાર્ય કરવાની તમન્ના, સહકાર ભાવ અને સેવા, પરમાર્થ ભાવ્ હોય અને કાર્યકુશળતા, આવડત હોય અને કાર્ય કરવાની ઈચ્છા જ ન હોય તો કોઈ કામનું નહી…! એવું જ છે ધનનું જો માણસ તન, મન અને સમય બધુ અર્પણ કરે પરંતુ એમની પાસે જો ધન, સંપત્તિ કે રૂપિયા ના હોય તો પણ કોઈ પ્રકારની સેવા, સંસ્થા કે સંગઠન ચાલી શકત પાસે સમય, તન, મન અને ધન જેવી જેની ક્ષમતા જેવી જેમની ઈચ્છા આપણા સંગઠનને ચલાવવા માટે પોતાની ઈચ્છા અને યથાશકિત સંગઠન, પરિવાર, સમાજને ચલાવવા તન, મન અને ધન, સમય વગેરે આપી સંગઠન ચલાવવા એમાં નવા પ્રાણ પુરવા કાર્યકર્તાઓ અને સંગઠનના કારોબારી કાર્યકર્તાઓને હૂંફ સહકાર આપવા તત્પર રહેવું એ આપણા દરેક દેસાઈ પરિવારજનોની જવાબદારી બની રહે છે અને આગળ આવવું જોઈએ.

વી.વી. વધાસિયાએ જણાવ્યુ હતુ કે દિન પ્રતિદિન ખેતીમાં ભાગલા પડતા ટુંકી ખેતીમાં ઘરનુ પાલન પોષણમાં થતી  મુશ્કેલી નિવારવા આજે સૌરાષ્ટ્રના અનેક ગામો, શહેરમાંથી લોકો સુરતમાં સ્થિર થયા એમાં આપણો વઘાસિયા પરિવાર ખૂબજ વ્યાપક અને મોટી સંખ્યામાં સ્થાયી થઈ વસવાટ કરે વઘાસિયા પરિવારને મજબૂત બનાવી, સંગઠનની એકતા અને કોઈના દુઃખમાં સહભાગી થવા માટે જ આપણે પાતાદાદાનાં નેજા તળે સંગઠીત બની ઘણી સમસ્યાઓના નિવારણ માટે આગળ વધ્યા છીએ

સમય પ્રમાણે આર્થિક કટોકટી, પારિવારિક, સામાજિક કજીયા કલહ, દિકરીઓના લગ્ન, કર્જ અને દેવાદાર બનતા વ્યાજખોરોની ચુંગાલમાં સપડાવુ, વ્યવસાય, બીમારી, બીમારીઓનો ખર્ચ, વિધવા બહેનો અને એના બાળકોના ભરણપોષણ અને આર્થિક નાણા ભીડથી પરેશાન થતાં અને શિક્ષણથી વંચિત રહેતા બાળકો અને એના માતા-પિતાની વેદના અને દિકરા-દિકરી પરણાવ્યા પછી પરિવારના ઝઘડાઓ અને છૂટાછેડામાં થતી તકલીફો વગેરે સમસ્યાઓ આવતી હોય છે. તો આ પ્રકારની સમસ્યા કોઈએક વ્યકિત કે કોરોબારી કમીટીથી જ ઉકેલી શકાય એ અશકય છે.ત્યારે વઘાસિયા પરિવાર ગામે ગામ સંગઠીત બની આવી સમસ્યાઓ માટે અડીખમ સહકાર આપી યોગ્ય સહાય અને માર્ગદર્શન પુરૂ પાડવા આગળ વધ્યો છે તેમ નીતીનભાઇએ જણાવ્યુ હતુ.

કાગવડ ખોડલધામનાં અધ્યક્ષ નરેશભાઇએ પ્રાસંગિક વાત કરતા જણાવ્યુ હતુ કે જેમ અનેક ઘાંસની સળીઓને જોડવાથી સાવરણી કે સાવરણો બનાવવામાં આવે છે અને કેટલાયે કચરાને દૂર કરનાર સાવરણાથી એક એક ઘાંસની સળી છૂટી પડી દૂર થાય તો એ જ સળી ખુદ કચરો બની જાય છે. તે જ રીતે  જેમ સૂતરનો એક ધાગો તોડવો આસાન છે. પણ એક-એક ધાગાને જોડી અનેક ધાગાઓને એકઠાં કરી દોરડું બનાવવામાં આવે તો એ દોરડું તોડવું કઠીન છે અને એ દોરડાથી ઘણા કાર્યો આસાન-સરળ બની જાય છે.

મારી આપણા સમાજ અને વઘાસિયા પરિવારના નાના-મોટા ભાઈઓ-બહેનો અને બાળકો , યુવાનોને નમ્ર અપીલ છે. સંગઠનને મજબૂત બનાવીએ. આ કળિકાળમાં સંઘ શકિત-સંગઠનથી જ કોઈપણ મુસીબતનો સામનો કરી શકીશું માટે વઘાસિયા પરિવારના બુદ્ધિજીવીઓ, શિક્ષિતો, સફળ ઉદ્યોગપતિઓ, વડીલો, શિક્ષકો, એન્જિન્યરો, સરકારી નોકરી કરનારા કે કોઈપણ પ્રકારના ક્ષેત્રોમાં સફળતા મેળવનાર અને વઘાસિયા પરિવારને વધારે મજબૂત બનાવવા માટે આગળ આવો અને તમારો સમય, આવડત તમારૂ જ્ઞાન, તમારૂ તન, મન, ધન અને શરીરથી પરિશ્રમથી આપણા વઘાસિયા પરિવારની ભાવી પેઢીને બચાવવા માટે અને એના ભવિષ્યને ઉજ્જવળ કારકિર્દી આપવા માટે, આવનારા વિકટ અને વિપરીત સમયને ધ્યાનમાં લઈને વઘાસિયા પરિવારનાં સંગઠનને વધુ વેગવંતુ અને કાર્યશીલ બનાવવા અને સંગઠનનો હેતુ સેવા, સહકાર, સંગઠન અને શિક્ષણને પ્રગતિ આપવા અને પવિત્ર અને પ્રકાશવાન બનાવવા એકત્રીત વઘાસિયા પરિવરાનાં અગ્રણીઓને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે માતાજીનાં ભુવા હરેશભાઇ વઘાસિયા અને સુભાષભાઇ વઘાસિયાએ પ્રસન્ન ચિત્તથી થયેલ શુભ કાર્યને સફળતા શિખર સુધી પહોંચાડવા માટે સહાયક બની રહેલ સૈા સાથી સહાયકોએ સંકલ્પના વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે વઘાસિયા પરિવારના શિક્ષિત યુવાનો પોતાનો અહં-છોડી પરિવાર ભાવના કેળવી અને પોતાની આવડત, પોતાનું જ્ઞાન, પોતાના અનુભવો, પોતાની શકિત, તન, મન, ધન અને કિંમતી સમય વઘાસિયા પરિજનોના સ્નેહીજનો, બાળકો, દિકરા-દિકરી અને પરિવારનાં સંગઠનને મજબૂત બનાવવા અને સલામતી આપવા આગળ આવે સમયની માંગ છે.  કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. મહોત્સવના અંતમાં સમસ્ત વઘાસિયા પરિવારના સુરાપુરા દાદા વીર પાતાદાદાના ૪૦૦ વર્ષ પહેલાંની સત્ય જીવન ચરિત્ર પર આધારિત શૂરવીર ગાથા બાળકલાકારો દ્વારા ધર્મ મંચ પરથી રજૂ કરવામાં આવી હતી. આ શૂરવીરગાથા જોઈને સૌ પરિવારજનો મંત્રમુગ્ધ બની ગયા હતા.


error: Content is protected !!