Main Menu

ઉપલેટામાં વિશ્વ હિન્દુ પરિષદની વિશાળ બાઈક રેલી નીકળી

ઉપલેટા, તા. ૧૭, ઉપલેટા શહેરમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અંતર્ગત પોરબંદર ખાતે યોજાનાર વિરાટ હિંદુ ધર્મ સભા સંદર્ભે વિશાળ બાઇક રેલી નીકળી.

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક કિલોમીટર લાંબી વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. જેમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે વહેલી તકે મંદિરનું નિર્માણ થાય એ માટે તથા પોરબંદરના સુદામા ચોક ખાતે આવતીકાલે તા. ૧૮/૧૨/’૧૮ ને મંગળવારના રોજ યોજાનાર વિરાટ હિંદુ ધર્મ સભામાં વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાઈ તેમજ સમગ્ર હિન્દુ સમાજમાં જનજાગૃતિ લાવવા માટે એક કિલોમીટર લાંબી વિશાળ બાઈક રેલી ઉપલેટા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને જબરદસ્ત રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નવયુવાનો આ રેલીમાં ઉત્સાહ અને ગર્વભેર જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ ના માર્ગદર્શન હેઠળ આગમચેતીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

તસ્વીર : દિનેશ ચંદ્રવાડિયા






error: Content is protected !!