Main Menu

વર્લ્ડ કપ ટીમ લગભગ નક્કી, ખરાબ રમતના કારણે કોઇ પણ બહાર થઇ શકે છેઃ રોહિત


ઉપ-કેપ્ટન રોહિત શર્માએ ગુરૂવારએ કહ્યુ કે ભારતની વર્લ્ડ કપ ટીમ લગભગ નક્કી થઇ ચુકી છે. પરંતુ કોઇને પણ તેમના સ્થાનને લઇને આશ્વસ્ત નહી થવુ પડે. કેમકે ખરાબ રમતને કારણે કોઇ પણ બહાર થઇ શકે છે. રોહિતે કહ્યુ કે જે ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આવનારી વનડે ટીમમાં ભાગ લેશે, તેમાં એક અથવા બે બદલાવ થઇ શકે છે. જે આવનારા મહિનામાં ખરાબ રમત ઉપર નિર્ભય કરે છે. રોહિતે કહ્યુ કે જે ટીમ 13 વનડેમાં રમશે તે જ ટીમ લગભગ વર્લ્ડ કપમાં જશે. તેમણે કહ્યુ કે અમે પુરા વર્ષમાં ખુબ જ રમ્યા તો લાગવાની સંભાવના પણ બનશે. ફોર્મ અને ફિટનેશને લઇને ચિંતાઓ પણ હશે.






error: Content is protected !!