Main Menu

Saurashtra Satya

 

સૌરાષ્ટ્રનાં સિંહ અને પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયાનું 61 વર્ષની વયે દુઃખદ અવસાન

અમદાવાદઃઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે.


ખેડૂતો, મોદી સરકારની સ્કીમ થઈ ગઈ છે તૈયાર, બેંક અકાઉન્ટ તૈયાર રાખજો

મોદી સરકારે ખેડૂતોને માલામાલ કરવા મોટા પાયે પગલાં લેવાની તૈયારી કરી લીધી છે. પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂતો માટે રાહત પેકેજની સ્કીમ તૈયાર થઈ ગઈ છે, જેના પર ટૂંક જ સમયમાં નિર્ણય આવી શકે છે. નવી સ્કીમ મુજબ પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જ નાખવામાં આવશે. અને મોટી વાત તો એ છે કે જે ખેડૂતો પાસે જમીન નથી તેવા માટે પણ આ યોજના લાગુ થઈ શકે છે. ખેડૂતોના દેવા માફીના બદલામાં મોદી સરકારે નવી સ્કીમ તૈયાર કરી છે. નવી સ્કીમ મુજબ ખેડૂતોને ખાતામાં સીધી રકમ આપવામાં આવશે. જમીન વિનાના ખેડૂતોને પણ તેમાંRead More


બાબરા તાલુકામા માઇક્રો ઇરીગેશન એસોસિયેશન તેમજ ખેડૂતો દ્વારા આવેદન પત્ર આપ્યું

બાબરા તાલુકાના મામલતદાર મારહુન મુખ્યમંત્રી ને આવેદન આપવામાં આવ્યું અને આવેદન પત્ર મુજબ જી.જી.આરસી નિયુક્ત એજન્સી દ્વારા ખેતરમાં 100% નળી પાથરી ટ્રાયલ લેવાય છે.પરંતુ ચાલુ વર્ષે અછત નુ હોય જેથી પાણીની અછત હોય જેથી બિનજરૂરી રીતે મજૂરી ચડાવી નળી પથરાવી ટ્રાયલ લેવાય છે. આમ થવાથી ખેડૂત સાથે સંઘર્ષ થાય છે.તેમજ જૂના કેસો માં પૂરતી સબસિડી આપવી તથા જી.એસ.ટી મા ઘટાડો કરાવવો,મટીરીયલ વીમો કંપની સપ્લાય તારીખ થી ગણવો,તેમજ જી.જી.આરસી યોજના આચાર સંહિતા થી બહાર રાખવી જેવા વિવિધ મુદ્દાને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


વર્લ્ડ કપ ટીમ લગભગ નક્કી, ખરાબ રમતના કારણે કોઇ પણ બહાર થઇ શકે છેઃ રોહિત

ઉપ-કેપ્ટન રોહિત શર્માએ ગુરૂવારએ કહ્યુ કે ભારતની વર્લ્ડ કપ ટીમ લગભગ નક્કી થઇ ચુકી છે. પરંતુ કોઇને પણ તેમના સ્થાનને લઇને આશ્વસ્ત નહી થવુ પડે. કેમકે ખરાબ રમતને કારણે કોઇ પણ બહાર થઇ શકે છે. રોહિતે કહ્યુ કે જે ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આવનારી વનડે ટીમમાં ભાગ લેશે, તેમાં એક અથવા બે બદલાવ થઇ શકે છે. જે આવનારા મહિનામાં ખરાબ રમત ઉપર નિર્ભય કરે છે. રોહિતે કહ્યુ કે જે ટીમ 13 વનડેમાં રમશે તે જ ટીમ લગભગ વર્લ્ડ કપમાં જશે. તેમણે કહ્યુ કે અમે પુરા વર્ષમાં ખુબ જ રમ્યા તોRead More


નાના વેપારીઓને મોટી રાહત Rs. 40 લાખના ટર્નઓવર સુધી NO GST

પરંતુ કંપોઝીશન સ્કીમની મર્યાદા પણ 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરાઇ નવી દિલ્હી: સરકારે GST કાઉંસિલ મીટિંગમાં નાના વેપારીઓને મોટી રાહત આપી છે. કહી શકીએ કે લોકસભાની ચૂંટણી પહેલાં મીડિયમ અને નાના વેપારીઓ માટે નવા વર્ષની આનાથી મોટી કોઇ ભેટ હોઇ ન શકે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ સરકારે ના ફક્ત થ્રેસહોલ્ડની લિમિટ 20 થી વધારીને 40 લાખ કરી દીધી છે, પરંતુ કંપોઝીશન સ્કીમની મર્યાદા પણ 1 કરોડથી વધારીને 1.5 કરોડ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે GST કાઉંસિલની 31મી અને આ વર્ષની પ્રથમ બેઠક અત્યારે ચાલી રહીRead More


જૂનાગઢ ખાતે વનવાસી કલ્યાણ પરિષદનો વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ તા.૧૭, અખીલ ભારતિય વનવાસી કલ્યાણ પરિષદનાં જૂનાગઢ પ્રકલ્પનાં નગરીય કાર્યકર્તાઓ દ્વારા વાર્ષિક પરિવાર મિલન કાર્યક્રમ જૂનાગઢ શહેરમાં યોજાયો હતો. વનવાસી કલ્યાણ પરિષદનાં પ્રાંત અધ્યક્ષ ચંદ્રકાન્તભાઇ રાવલાણી અને મહિલા સેવા સમિતિનાં અધ્યક્ષ ગાયત્રીબેન વ્યાસની અતિથિ વિશેષ પદે ઉપસ્થિતીમાં યોજાયેલ પરિવાર મિલન કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટનાં ચેરમેન અને મનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેશીયાએ જણાવ્યુ હતુ કે આપણી ભારતિય સંસ્કૃતિ વિવિધતામાં એકતાનાં દર્શન કરાવે છે. સમરસ સમાજનાં નિર્માણ માટે શિક્ષણ મહત્વનું પરિબળ છે. કોઇ ઘરની દિકરી શિક્ષણથી વંચીત ના રહે તેની સૈાએ કાળજી દાખવવી પડશે. કાર્યક્રમનાં ઉદઘાટક અને કૃષિRead More


ઉપલેટામાં વિશ્વ હિન્દુ પરિષદની વિશાળ બાઈક રેલી નીકળી

ઉપલેટા, તા. ૧૭, ઉપલેટા શહેરમાં રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અંતર્ગત પોરબંદર ખાતે યોજાનાર વિરાટ હિંદુ ધર્મ સભા સંદર્ભે વિશાળ બાઇક રેલી નીકળી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક કિલોમીટર લાંબી વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. જેમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે વહેલી તકે મંદિરનું નિર્માણ થાય એ માટે તથા પોરબંદરના સુદામા ચોક ખાતે આવતીકાલે તા. ૧૮/૧૨/’૧૮ ને મંગળવારના રોજ યોજાનાર વિરાટ હિંદુ ધર્મ સભામાં વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાઈ તેમજ સમગ્ર હિન્દુ સમાજમાં જનજાગૃતિ લાવવા માટે એક કિલોમીટર લાંબી વિશાળ બાઈક રેલી ઉપલેટા શહેરના વિવિધ માર્ગો ઉપરRead More


સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા પિતૃવંદના મહોત્સવ યોજાયો

સમાજહિત કાજે વીરગતી હાંસલ કરનાર સુરાપુરા પાતાદાદાનાં સાંનિધ્યે ભાદરવી અમાસની થઇ ઉજવણી અમરેલી તા. 09, અમરેલી જિલ્લાનાં બાબરા તાલુકાનાં નાનકડા વલારડી ગામે તાજેતરમાં ગુજરાતભરનાં લેઉવા પટેલ સમાજનાં વઘાસિયા પરિવારનાં મોભીઓ ભાદરવી અમાસે પિતૃમોક્ષાર્થે એક છત્રનીચે એકત્ર થયા ત્યારે પરસ્પર આદાન પ્રદાન કરતા વિચારો જેવા કે …..મનુષ્ય કુદરતની અદ્‌ભુત રચના છે. જડ અને ચેતન બધા જ પદાર્થો કુદરતના ખોળામાં બેસી અણમોલ આનંદ ઉઠાવે છે. કુદરત સાથે મૈત્રી સ્થાપીને જ આપણું જીવન આગળ વધે છે. સભ્યતાની ખોટી ચાદર ઓઢીને મનુષ્યને કુદરત(પ્રકૃતિ) પર વિજય મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કુદરતે જોયું કે મનુષ્ય તેનેRead More


સમર્પણએ Investment છે,સ્વામિનારાયણ સંપ્રદાયએ સમર્પણનો વિરલ સંપ્રદાય છે : પૂ. મહંત સ્વામી

પ.પૂ. મહંત સ્વામીની હાજરીમાં ઉજવાયો સંપ દિન (સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. 29, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૯ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગત આજે સંપ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં સમર્પણ દિન ઉજવાયો હતો. આ દિનની શરૂઆત પ.પૂ. મહંતસ્વામી મહારાજ ના પ્રાતઃ પૂજા ના દર્શન લાભ સાથે થઈ હતી. આજની પૂજામાં ગુજરાતના સુવિખ્યાત ગાયક શ્રી બિહારીભાઇ હેમુદાનભાઈ ગઢવીએ પોતાનો કંઠ પાવન કર્યો હતો. પ્રાતઃ પૂજા દર્શન બાદ પ.પૂ. મહંતસ્વામીRead More


રાજકોટ BAPS મંદિરે પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સંપ દિન ઉજવાયો

વર્તમાન સમયમાં ઉદ્દભવતી સમસ્યાઓને રજૂ કરતો અદ્દભુત સંવાદ ‘અનોખી કોર્ટ, અનોખો ચુકાદો’ રજૂ થયો   (સૌરાષ્ટ્ર સત્ય ન્યુઝ), રાજકોટ, તા. ૨૮, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૮ દિવસથી સત્સંગલાભ આપી રહ્યા છે જે અંતર્ગતઆજે સંપ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. વરિષ્ઠ સદ્દગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ સંપ દિને આશીર્વચન આપી ચાર વાત સમજાવતા કહ્યું કે,‘ઘસાવું,Read More


error: Content is protected !!