Main Menu

Sunday, February 4th, 2018

 

શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ફળશ્રુતિ

  અલૌકિક અને અદ્વિતિય ઉત્સવને લોકોએ મનભરીને માણ્યો ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના ધામગમન બાદ તેઓશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર જે સ્થાન પર કરવામાં આવ્યો હતો એ સ્થાન અક્ષરદેરીના નામે વિશ્વપ્રસિદ્ધ છે. ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી ૩૫ કી.મી.ના અંતરે આવેલ અક્ષરદેરીની સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં તા. ૨૦મી જાન્યુઆરીથી તા.૩૦મી જાન્યુઆરી સુધી શ્રી અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવ માટે ૧૫૦૦૦થી વધુ મહિલાઓ દ્વારા ૯ લાખથી વધુ ઘરોમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રપતિથી લઈને છેવાડાના ગામડાના સામાન્ય લોકો પણ અક્ષરદેરીને અર્ઘ્યRead More


04, February – 2018


ભાલકા તીર્થમાં ચાલી રહેલ દશમસ્કંધ કથાની આજે પૂર્ણાહુતિ પ્રસંગ યોજાયો

ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર સ્વધામ ગમન વેળા જ્યા વિશ્રામ કર્યો અને પારધીએ તીરથી ભગવાન કૃષ્ણની અંતીમ વિદાયના પ્રસંગની જે લીલા બની તે પ્રસંગનુ શાક્ષી એટલે ભાલકા તીર્થ. તા.27.01.2018 થી તા.02.02.2018 દરમ્યાન પ્રજ્ઞાચક્ષુ વક્તા શ્રી કૃણાલભાઇ જોષીના વ્યાસાસને દશમસ્કંધ કથા યોજાયેલ હતી. બહોળી સંખ્યામાં ભક્તોને કથા રસપાન કરાવેલ. સરળ શૈલી અને ખુબ સૌમ્યતા પુર્ણ શ્રોતાજનોને પ્રસંગના અદભુત આલેખન દ્વારા શ્રોતાઓને સ્વયં પ્રસંગશાક્ષી બનવાની અનુભુતિ કરાવિ હતી. કથા વિરામના પ્રસંગે શ્રી કૃષણ પોતાના સ્મરણ પટ પર જે રીતે લીલાને વાગોળી રહેલ અે સમયે જરા નામક પારધી એ તીર મારેલ અને પ્રસંગનીRead More


ધોરાજીના વઘાસીયા પરિવાર દ્વારા પુત્રીના લગ્ન પ્રસંગે રૂ. ૧,૧ ૧,૧૧૧ શહિદ વિર જવાનોના પરિવારને અર્પણ

ધોરાજી , વકીલ મંડળના પ્રમુખ વી.વી. વઘાસીયાના સુપુત્રી ચિ. ડિમ્પલના શુભલગ્ન વિરપુર (જલારામ) નિવાસી સ્વ. જયસુખભાઇ ડુગરભાઇ ઘડુકના સુપુત્ર ચિ. મોહિનકુમાર સાથે ધોરાજી મુકામે યોજાયેલા હતા. ચિ. ડિમ્પલના શુભલગ્ન પ્રસંગે ચાંદલાની રકમ રૂ. ૧,૦૦,૮૦૦/- અંકે એક લાખ આઠસો રૂપિયા આવેલ. ચાંદલાની તમામ રકમ સગા-સબંધિ, મિત્રમંડળ તેમજ મહાનુભાવોની હાજરીમાં ભારત ભૂમિના શહિદ વીર જવાનોના પરિવારને અર્પણ કરી દેવા અંગે વી.વી. વઘાસીયાએ જાહેર કરેલ. એવા સમયે પોતાની લાડલી દીકરી ચિ. ડિમ્પલે પોતાની બચત કરેલ રકમમાંથી રૂ. ૧૦,૩૧૧/-નો ઉમેરો કરાવીને પિતાના સેવા કાર્યમાં સહભાગી બનેલ. આમ કુલ રકમ રૂ.૧,૧૧,૧૧૧/- અંકે એક લાખ અગીયારRead More