Main Menu

Friday, February 9th, 2018

 

અમિતાભ બચ્ચનની તબીયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં કર્યા દાખલ

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનની તબીયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે. તેમની તબીયત અચાનક લથડતા તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આજે મોડી સાંજે અમિતાભ બચ્ચનની તબીયત લથડતા તેમને મુંબઈની પ્રખ્યાત લીલીવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓનલાઈન મીડિયા રીપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચનની તબીયત વધારે ખરાબ થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં જયા બચ્ચન, એશ્વર્યા રાય, અભિષેક બચ્ચન સહિત તેમનો તમામ પરિવાર પણ પહોંચી ગયો છે. જોકે, તેમના સ્વાસ્થ્ય અંગે હોસ્પિટલ પ્રશાસને કોઈ જાણકારી આપી નથી. ઉલ્લેખનીય છે કે, ટુંક સમયમાં અમિતાભRead More


સેક્સના વિચારોમાં જ દિવસ નિકાળી નાંખે છે આ રાશિના લોકો

તમામ વ્યક્તિને કાંઇને કાંઇ વ્યસન રહેતું હોય છે. ઘણાને કોફી કે ચાનું વ્યસન હોય છે તો  ઘણાને સિગરેટ કે તમાકુનું વ્યસન હોય છે. તો ઘણાને અલગ અલગ જગ્યાએ ફરવાનો શોખ હોય છે તો ઘણાને બુક વાંચવાનું વ્યસન હોય છે. આ વ્યસન તમારા વ્યક્તિત્વનો ભાગ બની જતો હોય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, તમારી રાશિ તમારા વ્યસન પાછળ જવાબદાર હોય છે. અહીં કઇ રાશિને કઇ લત લાગવાની સૌથી વધારે શક્યતા છે તેની જાણકારી આપવામાં આવી છે.   વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકો હંમેશા સેક્સના વિચારો કરતા હોય છે. તેઓને સેક્સમાં જ રસ હોય છે. તે સેક્સમાંRead More


BAPS દ્વારા અબુધાબી ખાતે રચાઈ રહેલું સૌપ્રથમ હિન્દુ મંદિર, શ્રદ્ધા સાથે મૈત્રીનું બનશે પ્રતીક

પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી રચાઈ રહેલું મંદિર અબુધાબી ખાતે બનશે એક આકર્ષક લેન્ડમાર્ક 11 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે લોન્ચ થઈ રહેલા હિન્દુ મંદિરના વિધિવત્ કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. આ મંદિરનાં નિર્માણનું સૂત્ર સંભાળી રહેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સાધુ બ્રહ્મવિહારીદાસેઅબુધાબીથી જણાવ્યું હતું કે ‘‘યુનાઈટેડ આરબ અમીરાત(યુ.એ.ઈ.)ની મુખ્ય રાજધાની અબુધાબીના ક્રાઉન પ્રિન્સ દ્વારા અબુધાબી ખાતે આપવામાં આવેલ જમીન પર હિન્દુ મંદિરના નિર્માણનો આરંભ થઈ રહ્યો છે, એ ઘટના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોની વૈશ્વિક સંવાદિતાનો એક મજબૂત અને સંગીન સંદેશ બની રહી છે. ખાસ કરીને એકવીસમી શતાબ્દીમાંRead More


વિઠ્ઠલભાઈ રાદડિયાનું જિલ્લા બેંકના ચેરમેનપદેથી રાજીનામું, જયેશભાઇ બન્યા નવા ચેરમેન

રાજકોટ : રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિઠ્ઠલ રાદડિયાની છેલ્લા કેટલા સમયથી નાદુરસ્ત તબીયતના કારણે બેંકના વહીવટી કામકાજમાં ધ્યાન આપી શકતા નથી. પરીણામે તેમણે બેંકના ચેરમેનપદેથી રાજિનામુ આપ્યુ છે. રાજિનામુ આપતા ચેરમેનપદ માટે ચુંટણી પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે. ચેરમેનપદે તેમના પુત્ર અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની નિમંણુક કરવામાં આવી છે. નાબાર્ડે સમગ્ર દેશની નમુનેદાર જિલ્લા બેંકનો ખિતાબ રાજકોટ જિલ્લા બેંકને આપ્યો છે અને આ બેંકની વહીવટી કામગીરીમાંથી અન્ય જિલ્લા બેંક પ્રેરણા લે તે માટે નાબાર્ડ સમયાંતરે રાજકોટ જિલ્લા બેંકના પ્રવાસનુ આયોજન કરે છે. રાજકોટ જિલ્લા બેંકનાRead More


જૂનાગઢમાં ભવનાથ મેળાની થઇ વિધિવત શરૂઆત

જૂનાગઢ  : મહાશિવરાત્રી આવી રહી છે. ત્યારે મહાશિવરાત્રીના પાવન અવસર પર જૂનાગઢના ભવનાથ મંદિરમાં યોજવામાં આવતા મેળાનું આગવું મહત્વ હોય છે. મહા શિવરાત્રી દરમિયાન ગિરનારની તળેટી ખાતે ભવનાથ મંદિરમાં દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. અને આજ પરંપરા અંતર્ગત આ વર્ષે પણ અખાડા પરિષદ ના અધ્યક્ષ હરિગીર મહારાજ, મહા મંડલેશ્વર ભરતીબાપુ ધારાસભ્ય ભીખાભાઇ જોષી,જૂનાગઢ કલેકટર ર્ડો. રાહુલ ગુપ્તા, SP નિલેશ જાજડીયા ની હાજરીમાં ભવનાથના મેળાનું ધ્વજા ચડાવીને વિધિવત શરૂઆત કરી હતી. નોંધનીય છે કે કુંભના મેળા પછી ગુજરાતમાં ભવનાથનો આ મેળો ખાસ મહત્વ ધરાવે છે. અને શિવરાત્રીમાં અહીંRead More


દીકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર (જુઓ વીડિયો)

[wpdevart_youtube]0T5hE5FR-dA[/wpdevart_youtube] દિકરી મારી લાડકવાયી લક્ષ્મી નો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, ઘરમાં બીજી દીકરીનો જન્મ થતાં પરિવારનાં સભ્યો દ્વારા આરતી ઉતારી સ્વાગત કરીયું, સોશ્યલ મીડિયામા વિડીયો થયો વાયરલ. સમાજ માટે પ્રેરણારૂપ.


સેનેટે મંજૂર કરી બજેટ ડીલ, અમેરિકામાં શટડાઉન ટળ્યુ

અમેરિકી સેનેટે આજે બજેટ ડીલ મંજૂર કરી દીધી છે. આ ડીલમાં સ્ટોપગેપ ગવર્નમેન્ટ ફંડિગ બિલ પણ સામેલ છે. બિલના લાગૂ કરવાથી અમેરિકામાં શટડાઉનની સ્થિતિ હવે નથી રહી. અમેરિકી કોંગ્રેસમાં ખર્ચ સંબંધિત વિધેયક પસાર ન થવાના કારણે આ સ્થિતિ આવી ગઈ હતી. આ પહેલા જાન્યુઆરીમાં પણ સરકારને ત્રણ દિવસના શટડાઉનનો સામનો કરવો પડ્યો હતો. જો શટડાઉનની સ્થિતિ હોત તો ત્યાં કેટલાક સરકારી વિભાગ બંધ કરવા પડતા. જેના કારણે લાખો લોકોને સેલેરી વગર ઘરે બેસવું પડતુ. તમને જણાવી દઈએ કે આ વર્ષના શરૂવાતના મહિનામાં જાન્યુઆરીની 20 તારીખે પણ અમેરિકામાં શટડાઉન થઈ ચુક્યુંRead More


સેક્સ સ્લેવ બનાવવા થયું બ્રિટનની આ ગ્લેમરસ મોડલનું અપહરણ!

લંડનઃ બ્રિટનની ગ્લેમરસ મોડલ ક્લો એલિંગને થોડા દિવસ પહેલા કિડનેપ કરી લેવામાં આવી હતી. અપહરણકારો તેને સેક્સ સ્લેવ બનાવીને રૂ. 20 કરોડમાં વેચવાના હતા. એક બાળકની માતા એવી આ મોડલે અપહરણકારોની પકડમાંથી છૂટ્યા બાદ આપવીતી જાણાવી છે. એલિંગે જણાવ્યું કે, મિલાનથી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. અપહરણકારો તેની પાસે ડુપ્લિકેટ ફોટોગ્રાફર્સ બનીને આવ્યા હતા. બાદમાં તેને ઇન્જેક્શન આપીને બેભાન કરી દેવામાં આવી હતી. બેભાન થયા બાદ તેને એક મોટા સુટકેસમાં બંધ કરીને કારની ડિક્કીમાં નાખીને લઈ ગયા હતા. એલિંગે પોતાની આતવીતી વર્ણવતા કહ્યું હતું કે, ‘કાળા કપડાં પહેરનાર એકRead More


ફી નિયમ કાયદા અંગે રાજય કરકારે રચી નવી કમિટી

ગાંધીનગર : ફી નિયમનના કાયદાના અમલ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પાલન માટે રાજ્ય સરકારે ફીની મર્યાદા રજૂ કરવા માટે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી તેમાં એક નવી કમિટિ ની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ એ.જે. શાહ, માધ્યમિક સ્કુલના ડાયરેક્ટર જે.ડી.દેસાઈ, પ્રાથમિક શિક્ષણ નિયામક બોર્ડના ચેરમેન એમ.આઈ.જોશીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી સમક્ષ વાલીઓ અને શાળા સંચાલકો 15 ફેબ્રુઆરી સુધી ઈ-મેઈલ તેમજ લેખીત રજૂઆત કરી શકશે. વાલીઓ અને શાળા સંચાલકો ગાંધીનગર ખાતે આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણRead More


ટ્રમ્પે મોદીને કર્યો ફોન, માલદીવ સહિતના મુદ્દે થઈ વાતચીત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીએ ફોન પર વાત કરી છે. વ્હાઇટ હાઉસે આ અંગેની જાણકારી આપી હતી. બંને નેતાઓએ માલદીવ સંકટથી લઈને અનેક મુદ્દે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ઇન્ડો-પેસિફિક સેક્ટરની સુરક્ષા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાની તૈયારી બતાવી હતી. વ્હાઇટ હાઉસ તરફથી ફરી એકવાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ટ્રમ્પની સાઉથ એશિયા રણનીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનની સ્થિરતા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. બંને દેશના નેતાઓએ માલદીવમાં આવેલા રાજકીય સંકટ પર પણ ચર્ચા કરી હતી. બંને નેતાઓ વચ્ચે માલદીવમાં લોકતાંત્રિક મૂલ્યો અને કાયદા અને વ્યવસ્થાRead More


error: Content is protected !!