Main Menu

Saturday, February 10th, 2018

 

‘ટ્રમ્પ’ અને ‘કિમ’ને ઓલિમ્પિક સેરેમનીમાંથી કરાયા બહાર!

દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં આ વર્ષે વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. શુક્રવારે ઉદ્ઘાટના સમારંભમાં એક રસપ્રદ બનાવ બન્યો હતો. સમારંભમાં હાજર રહેલા ‘ડોનાલ્ડ ટ્રમ્પ’ અને ‘કિમ જોંગ’ને સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. હકીકતમાં વિન્ટર ઓલિમ્પિક ઉદ્ઘાટના સમારંભ દરમિયાન બે પ્રશંસક અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના ગેટઅપ (વેશ)માં અહીં પહોંચી ગયા હતા. તેમને જોતા જ હાજર લોકોએ કોલાહલ કર્યો હતો. આના કારણે સુરક્ષા વ્યવસ્થાપકોએ બંનેને સ્ટેડિયમમાંથી બહાર કાઢ્યા હતા. કિમ જોંગના વેશમાં સ્ટેડિયમ પહોંચેલા પ્રશંસકે કહ્યું કે, ‘અમે બંને(પોતે અને ટ્રમ્પના ગેટઅપમાં રહેલો બીજો વ્યક્તિ)Read More


‘પેડમેન’ને કારણે અક્ષય કુમાર સામે થઈ FIR, જાણો કારણ

અક્ષયકુમારની ફિલ્મ પેડમેન કાલે એટલ શુક્રવારે સિનેમા ઘરોમાં રીલીઝ થઈ ગઈ છે. દર્શકોને આ ફિલ્મનો મેસેજ ઘણો જ આકર્ષી રહ્યો છે. એક લેખકે આ ફિલ્મના મેકર્સ પર તેની સ્ક્રીપ્ટ ચોરવાનો આક્ષેપ લગાવ્યો છે. લેખક રિપૂ દમન જયસ્વાલે અક્ષય સામે એફઆરઆઈ નોંધીવી છે. લેખકના કહેવા પ્રમાણે તેમણે ફિલ્મની સ્ક્રિટ ધર્મા પ્રોડક્શનને આપી હતી અને તે જ સ્ક્રીપ્ટ ચોરીને પેડમેન બનાવવામાં આવી  છે. લેખકે તેમના ફેસબુક પર લગભગ બે મહિના પહેલા લખ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા મે અરૂણાચલ મુરગનાથમ અને સાતી બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ પર સ્ક્રીપ્ટ લખી હતી અને રૈયાન સ્ટીફનRead More


આ છે કારણ, જ્હોનિસબર્ગ વનડેમાં સીરીઝ નહીં જીતી શકે વિરાટ!

ડરબનમાં જીત, સેંચુરિયનમાં જીત અને કેપટાઉનમાં પણ જીત. ટીમ ઈન્ડિયાએ દ.આફ્રિકા સામે પહેલી 3 વનડે મેચો જીતી લીધી છે અને હવે તેમનું સપનું છે કે જ્હોનિસબર્ગમાં પણ થઈ રહેલી સીરીઝ જીતે. પરંતુ તેમના આ સપના પર પાણી ફરી શકે છે. શનિવારે જ્હોનિસબર્ગનો મોસમ ખરાબ રહી શકે છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ત્યાં બપોર પછી વરસાદ પડવાની શક્યતા છે. જ્હોનિસબર્ગનો હવામાન રિપોર્ટ હવામાન ખાતાનું માનીએ તો શનિવારે ત્યાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહેશે અને બપોર પછી વરસાદની પણ શક્યતા છે. ત્યાં સાંજે 4થી 10 વચ્ચે વરસાદ થઈ શકે છે.Read More


કેમ ચિંતિત છે છોકરીઓને લઈને ગોવાના મુખ્યમંત્રી પારિકર?

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર એ વાતને લઈને ચિંતિત છે કે હવે છોકરીઓ પણ દારૂ પીવા લાગી છે. તેમણે કહ્યું, ‘મને હવે ડર લગાવા લાગ્યો છે. હવે છોકરીઓએ પણ બિયર પીવાનું શરૂ કરી દીધું છે. સહનશક્તિની સીમા તૂટી ગઈ છે.’ પારિકરે દર વર્ષે રાજ્ય વિધાનમંડળ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવતી રાજ્ય યુવા સંસદને સંબોધિત કરતા કહ્યું કે, ‘હું તમામ લોકોની વાત નથી કરી રહ્યો. જે લોકો અહીં બેઠા છે હું તેમની પણ વાત નથી કરી રહ્યો.’ રાજ્યમાં નશીલા પદાર્થોના થતાં વેચાણ પર બોલતા તેમણે કહ્યું હતું કે, ગુનેગારોની ધરપકડ સતત કરવામાંRead More


રાજકોટ: પાણીની સમસ્યાને પહોંચીવળવા જિલ્લા કલેક્ટરનો ‘માસ્ટર પ્લાન’

રાજકોટ: ઊનાળાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે દ્વારા આગામચેતીના ભાગ રૂપે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાન માટે એક બેઠક પણ મળી હતી જેમા ઈરિગેશન વિભાગ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો. આ બેઠકમા રાજકોટ જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. રાજ્યમાં ઉનાળાની શરૂઆત 28 ફેબ્રુઆરી બાદ થઈ જતી હોઈ છે. ત્યારે એપ્રિલ મહિનામા રાજકોટ જિલ્લાના ક્યા ક્યા તાલુકામાં પાણીની તકલિફો પડી શકે છે તે માટેની જાણકારી મેળવવામાં આવી હતી. તોRead More


‘ડીલમાં કંઈક કાળું છે’: રાહુલ ગાંધીએ અરુણ જેટલીને કહ્યા ‘Jaitlie’

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાફેલ ડીલને લઈને નાણા મંત્રી અરુણ જેટલી પર ટ્વિટ કરી હુમલો કરી દીધો હતો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જેટલીને ‘Jaitlie’લખીને એ બતાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ ખોટું બોલી રહ્યા છે. આવું બીજી વખત બન્યું છે જ્યારે રાહુલ ગાંધીએ નાણા મંત્રી જેટલી પર આવો પ્રહાર કર્યો છે. આ પહેલા નાણા મંત્રી અરુણ જેટલીએ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ ગઠબંધન સરકારે ક્યારેય રક્ષા સોદાઓનો લઈને જોડાયેલી ડીલ અંગે કિંમતો જાહેર કરી ન હતી. જેટલીના આવા નિવેદનના જવાબમાં રાહુલ ગાંધી ટ્વિટRead More


પેલેસ્ટાઇન જનારા પહેલા ભારતીય PM છે મોદી, જાણો કેમ આ પ્રવાસ છે ખાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાડી દેશોના પ્રવાસે છે. આજે પીએમ મોદી પેલેસ્ટાઇન પહોંચશે. મોદી પેલેસ્ટાઇનની મુલાકાત કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમુદ અબ્બાસ વચ્ચે વિકાસ ,ઉન્નતિ, ટેકનીકલ, પર્યટન, ખેલ અને કૃષિ સંબંધિત મુદ્દાઓ પર વાતચીત કરશે. પેલેસ્ટાઇનના વિકાસમાં ભારત કઈ રીતે સહયોગ કરી શકે છે તેની પર ચર્ચા માટે મોદી પેલેસ્ટાઇનના રાષ્ચટ્રપતિ સાથે ચર્ચા માટે ઉત્સાહિત છે. પેલેસ્ટાઇનના વડાપ્રધાન રામી હમદલ્લાહએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘વર્લ્ડ લીડર’ ગણાવ્યાં છે. તેમણે કહ્યું કે મોદી ઈઝરાયલ અને પેલેસ્ટાઇનના વિવાદને સમાપ્ત કરાવી શકે છે. વધુમા હમદલ્લાહેRead More


હાર્દિકની મમતા બેનરજી સાથે મુલાકાત, દીદીને કહ્યાં ‘લેડી ગાંધી’

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ હાર્દિક પટેલે મમતા બેનરજીને ‘લેડી ગાંધી’ કહ્યા હતા. બંને વચ્ચે કોલકાતામાં મુલાકાત થઈ હતી. પશ્ચિમ બંગાળના રાજકારણમાં નવા સમિકરણોને લઈને આ બેઠક યોજવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2019માં લોકસભાની ચૂંટણીને લઈને એક નવું જ ગઠબંધન તૈયાર કરવાની રણનીતિ અંગે બંને વચ્ચે ચર્ચા થઈ હતી. આ દરમિયાન હાર્દિકે કહ્યું હતું કે તેઓ આગામી ચૂંટણીમાં મમતા બેનરજી માટે વોટ માંગશે. આની સાથે જ હાર્દિકે તૃણમૃલRead More


જમ્મુ કાશ્મીર : સેનાના કેમ્પ પર આતંકીઓ કર્યો હુમલો

જમ્મુ કાશ્મીરના સુંજુઆન આર્મી કેમ્પ પર આંતકીઓએ હુમલો કરી દીધો છે. આ ઘટનામાં હાલ બે જવાન ઇજાગ્રસ્ત થયા છે. વધુમાં આંતકી હુમલાએ એક જવાનની દિકરી પણ ઇજાગ્રસ્ત થઇ છે. પ્રાપ્ત જાણકારી મુજબ આ આત્મધાતી હુમલો વહેલી સવારે 5 વાગે થયો છે. શરૂઆતી જાણકારી મુજબ 3-4 આંતકીઓ કેમ્પની જાળી કાપીને તેની અંદર ધૂસી ગયા હતા. તે પછી આંતકીઓએ ગોળીબારી કરવાની શરૂઆત કરી હતી. અને આંતકીઓને આ હુમલામાં ક્વિક રિએક્શન ટીમે વળતો હુમલો કર્યો હતો. તાજા ખબરો મુજબ આ આંતકીઓ સેનાના રહેણાંક વિસ્તારમાં આવી ફાયરિંગ શરૂ કર્યું હતું. આધિકારિક સુત્રોથી જાણકારી મળીRead More


February 10, 2018


error: Content is protected !!