Main Menu

February, 2018

 

February 11,2018


સુપરસ્ટારની 7 એવી તસવીરો થઇ Viral, કે ભલભલા મોહી પડ્યા

  ગ્લેમર દુનિયામાં હાલ જેટલી બોલીવૂડ હિરોઇનોની ચર્ચા નથી થઇ રહી તેટલી ટીવી અભિનેત્રીઓની ચર્ચા થઇ રહી છે. તેવામાં એક હોટ સુપર સ્ટારે તેની તસવીરો વાયરલ કરીને સોશ્યલ મીડિયા પર રીતસરની આગ લગાડી દીધી છે. અમે વાત કરી રહ્યા છીએ ખતરોની ખેલાડી સ્ટાર્રર શિવાની દાંડેકરની. શિવાનીને તમે આઇપીએલ હોસ્ટ કરતા તો અનેક વાર જોઇ હશે. પણ હવે તે ખતરોના ખેલાડી શોના કારણે પણ ચર્ચામાં છવાઇ હતી. હાલ ભલે તે આ શોથી બહાર થઇ ચૂકી હોય પણ હાલમાં જ તેમણે સોશ્યલ મીડિયામાં તેનો બોલ્ડ અવતાર બતાવતી કેટલીક તસવીરો મૂકતા સોશ્યલ મીડિયામાંRead More


કેવી રીતે બનશો છોકરીઓના મનપસંદ બોયફ્રેંડ ?

પુરૂષોની સૌથી મોટી ભૂલ હોય છે કે તેઓ પહેલી જ મુલાકાતમાં વિચારવા માંડે છે કે છોકરીઓ તેમની મિત્ર નહી ગર્લફ્રેંડ બને. આ વાત તેમને નિરાશ કરે છે કે તેમને જેટલી પણ છોકરીઓ મળે છે તે તેમને મિત્ર જ કેમ બનાવવા માંગે છે. આવા છોકરાઓએ પોતાના વિચારો બદલવા જોઈએ, જેથી કરીને દરેક છોકરી તેમની જ ઈચ્છા રાખે. આવો કેટલીક એવી વાતો પર તમારું ધ્યાન દોરાવીએ, જેનાથી તમે તમારી ગર્લફ્રેંડના દિલમાં વસી શકો. વધુ લાગણીશીલ ન બનો – મોટાભાગે એવુ જોવા મળે છે કે પુરૂષ પ્રેમમાં વધુ લાગણીશીલ થઈ જાય છે. આવુRead More


શિવભક્તો શિવરાત્રી ક્યારે ઉજવશો 13 કે 14 તારીખે.. જાણો

શાસ્ત્ર અને પુરાણ મુજબ નિશીથ વ્યાપિની ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિને મહાશિવરાત્રીનુ વ્રત કરવામાં આવે છે પણ આ વખતે મહાશિવરાત્રિમાં ભોલેના ભક્ત અસમંજસમાં છે. ચતુર્દ્શી તિથિ બે દિવસની હોવાને કારણે લોકો મુંઝવણમાં છે કે વ્રત કયા દિવસે કરવુ. કેટલાક મંદિરોમાં આ વ્રત 14 ફેબ્રુઆરીના રોજ પણ કરવામાં આવી રહ્યુ છે. જો કે જ્યોતિષ મુજબ 13 ફેબ્રુઆરીના રોજ વ્રત કરવુ શાસ્ત્ર સંમત રહેશે. ધર્મ સિંધુ મુજબ ચતુર્દશી તિથિ બીજા દિવસે નિશીથ કાળમાં આંશિક રૂપે વ્યાપ્ત હશે અને પહેલા દિવસે સંપૂર્ણ ભાગને વ્યાપ્ત કરે તો મહાશિવરાત્રિનુ વ્રત પ્રથમ દિવસે કરવુ જોઈએ. આચાર્ય ભારતRead More


મહાશિવરાત્રિ પર કરશો આ 5 મહા ઉપાય તો થશે ભાગ્યોદય અને વરસશે ધન

જો ભક્ત કષ્ટોથી મુક્તિ મેળવવા માંગે છે તો આ મહાશિવરાત્રિ પર આ પાંચ ઉપાય તમને દરેક મુશ્કેલીમાંથી પાર કરવામાં મદદ કરશે.     જો તમારા પરિવારમાં કોઈ બીમાર રહે છે તો મહાશિવરાત્રિના દિવસે કાળા પત્થરના શિવલિંગ પર દૂધ અને ઘી થી અભિષેક કરો. ત્યારબાદ શિવલિંગ પર સવા પાવ ચોખા અર્પિત કરો અને મહામૃત્યુંજય મંત્રની 11 માળાનો જાપ કરો. પછી શિવલિંગ પરથી થોડા ચોખા લઈને સફેદ કપડામાં બાંધીને રોગીના માથા પાસે મુકો. ત્રણ દિવસમાં રોગી ઠીક થઈ જશે. ત્યારબાદ ઠીક થતા જ માથા પાસે મુકેલી ચોખાની પોટલી કોઈ નદી કે તળાવમાંRead More


રેલવેમાં 62,907 પદો પર ભરતી, indianrailways.gov.in પર આ રીતે કરો અરજી

રેલવે રીક્રુટમેંટ બોર્ડ (RRB)એ ગ્રુપ ડી પદ માટે ઓનલાઈન અરજી માંગી છે. રેલવે રિક્રૂટમેંટ બોર્ડ કુલ 62907 પદ પર ભરતી કરી રહ્યુ છે.  indianrailways.gov.in પર અરજીની પ્રક્રિયા આજે 10 વાગ્યાથી ખુલી ગઈ છે  અરજી 12 માર્ચ સુધી કરી શકાશે.  18 થી 31 વર્ષની વયના ઉમેદવાર આ પદ માટે અરજી કરી શકે છે. આ રીતે કરો અરજી અરજી કરવા માટે સૌ પહેલા indianrailways.gov.in ની વેબસાઈટ પર જાવ અહી Railway Recruitment Board (RRB) લિંક પર ક્લિક કરો અહી આપેલા જોન જેવા કે અમદાવાદ, ચંડીગઢ, કલકત્તા, જમ્મુ કાશ્મીરમાંથી તમારુ જોન પસંદ કરો અનેRead More


આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતી વિષય ફરજિયાત થશેઃ વિજય રૂપાણી

CBSE સહિતના વિવિધ બોર્ડ્સ સાથે સંલગ્ન રાજ્યની શાળાઓમાં  ગુજરાતી વિષય ફરજીયાત કરવા અંગેનો રાજ્ય સરકાર પ્લાન બનાવી રહી છે. એકેડમિક વર્ષ 2018માં ધોરણ આઠ સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવામાં આવશે. ગાંધીનગરમાં યોજાયેલ ‘ચિંતન શિબિર’માં વાત કરતી સમયે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અંગે ઇશારો કર્યો હતો. સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, માતૃભાષાનું વધારવા માટે શૈક્ષણિક વર્ષ 2018થી ધોરણ 8 સુધી ગુજરાતી વિષય ફરજિયાત પણ કરી શકાય, પછી ભલેને શાળા CBSE સંલગ્ન હોય, ICSE હોય કે પછી અન્ય કોઇ બોર્ડ સાથે સંલગ્ન કેમ ના હોય. અગાઉ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં સીએમRead More


મોદી સાહેબનો ફેબ્રૃઆરીના અંતમાં ફરીપાછો ગુજરાત રાઉન્ડ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય બાદ મુખ્ય પ્રધાનના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી શકયતા છે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે વડા પ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ વડા પ્રધાન કાર્યાલય દ્વારા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે. જેથી આગામી ૨૫મી ફેબ્રુઆરીના રોજ સુરતમાં યોજાનારા રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફલેગઓફ કરશે. તેમ જ વડાRead More


આ રાશિની પત્નીને સંભાળવી મુશ્કેલ, તમારી પત્ની આ રાશિની છે તો વાંચી લો ઉપાય

એક સંબંધને ટકાવવા માટે બંન્ને તરફથી અનેક સારા પ્રયાસોની જરૂરત હોય છે અને અનેક સારી ચીજોને ધ્યાનમાં રાખવી પડે છે. સંબંધો માટે કોની કઇ રાશિ હોય છે તે જરૂરી નથી. પણ શું તમે જાણો છો કઇ રાશિની યુવતીઓ સારી પત્ની સાબિત થઇ શકતી નથી. જોકે, તેવું પણ નથી કે, આ રાશીની યુવતીઓ ખરાબ જ હોય છે પરંતુ તેમની મેરેજ લાઈફમાં સમસ્યાઓ આવવાની શક્યાતાઓ વધુ રહે છે. શાસ્ત્રો પ્રમાણે ગ્રહો અને કુંડળીમાં રહેલા દોષને દૂર કરવા માટે આવી રાશિની કન્યાઓને કઠિન તપસ્યાઓ કરવી પડતી હોય છે, ત્યારે જઈને તેઓ પોતાના લગ્નRead More


રેસનિંગનું અનાજ બારોબાર ઉપાડી લેવાનું કૌભાંડ ઝડપાયું

અમરેલી, રાજ્ય સરકાર દ્વારા ગરીબો માટે ફાળવવામાં આવતા રેશનિંગના જથ્થાનો પુરવઠો, કાર્ડ ધારકોને જાણ વગર રેશનિંગ ડિલરો દ્વારા ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ થતા, જિલ્લા પુરવઠા તંત્રે લાલ આંખ કરીને આંઠ રેશનીંગ પરવાનેદારો ના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. સરકાર દ્વારા ગરીબોને મળતું સસ્તું અનાજ બારોબાર વગે કરી જવાતુ હોવાનું સાંભળ્યું હતું, પણ ખરેખર ગરીબોના જથાનું મળતું સસ્તું અનાજ, ઘઉં, ચોખા, કેરોસીન જેવી ખાધ્ય વસ્તુઓ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના રેશનિંગ કાર્ડના ઉપયોગ વિના રેશનીંગ પરવાનેદારો જ કાર્ડ ધારકની જાણ વિના ઉપાડી લેતા હોવાનો ચોંકાવનારો ખુલાસો અમરેલી માં થયોRead More


error: Content is protected !!