Main Menu

Sunday, May 6th, 2018

 

જામનગરમાં મુખ્યમંત્રી દ્વારા લાખોટા મ્યુઝીયમનું લોકાર્પણ સંપન્ન

જામનગર, તા.૫, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા રૂ.૧૮ કરોડના ખર્ચે પુનઃનિર્માણ પામેલા લાખોટા મ્યુઝિયમનું લોકાર્પણ થયું હતું. લાખોટા મ્યુઝિયમએ પુરાતત્વીય સંગ્રહાલય છે. જેના જાળવણી અને રક્ષણ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આગવી ઓળખના કામ અંતર્ગત અકિલા આ પ્રોજેકટ માટે કુલ ૧૮ કરોડના કામો થયા છે. મુખ્યમંત્રીશ્રીએ લાખોટા મ્યુઝિયમનું નિરીક્ષણ કરી સંગ્રહાલયની વિવિધ માહિતી  મેળવી હતી. મ્યુઝિયમમાં થયેલ કામગીરી જોઇએ તો આ પ્રદેશની જૂનવાણી પધ્ધતિથી  રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, કોઠાની અંદર તેમજ બહારના  પાથવેનું ફલોરિંગ વર્ક, કોઠાના આગળ તેમજ પાછળની અટારીઓ, ધ્વજા દંડ તેમજ દેરાણી જેઠાણીRead More


રાજાશાહી બાદ સૌ પ્રથમ તળાવ ‘અટલ સરોવર’નું નિર્માણઃ રૂપાણી

રાજકોટ તા. ૫, શહેરની ભાગોળે બીજા રીંગ રોડ ઉપર રૈયા વિસ્તારમાં નિર્માણ પામનાર રેસકોર્ષ-૨નાં સંકુલમાં ૪૫ એકર જગ્યામાં તળાવનું નિર્માણ થનાર છે. જેના શ્રમદાનનો પ્રારંભ આજે સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું હતું કે, રાજકોટમાં રાજાશાહી વખતના બે તળાવ ‘લાલપરી – રાંદરડા’ હતા ત્યારબાદ આજે ૧૫૦ વર્ષ પછી સૌ પ્રથમ વખત રાજકોટવાસીઓનાં સહયોગ અને શ્રમદાનથી મ્યુ.કોર્પોરેશન દ્વારા રમણીય તળાવનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેના થકી રાજકોટ પાણીની દ્રષ્ટિએ વધુ મજબૂત બનશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આ તળાવનું નામ ‘અટલ સરોવર’ રાખવાની જાહેરાત કરી હતી.Read More


ઉનાળામાં આ પીણાંનું સેવન સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

બળબળતો તાપ અને ગરમ હવાની ઋતુ એટલે ઉનાળો. આ ઋતુની તમારી કાર્યક્ષમતા પર ઘણી જ ખરાબ અસર પડે છે, પોતાના ઉપર વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે. ખાસ કરીને તમારી ખાણી-પીણી પર વધારે ધ્યાન આપવું જોઈએ, નહી તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. કેટલીક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમકે, ઝાડા-ઉલટી, પેટમાં ગેસ, સનબર્ન અને સ્કીન ઇન્ફેકશન વગેરે. તેથી જ અમે તમારાં સારા સ્વાસ્થ્ય માટે લઈને આવ્યા છીએ કેટલીક એવી વસ્તુઓનું લીસ્ટ, જેને તમારા ભોજનમાં સામેલ કરી શકો છો. જેને ઉનાળાની ઋતુમાં વધારે તરસ લાગે છે, તેથી સાદું પાણીRead More


Gujarat માં ભાજપ સરકારની તાનાશાહી, RTE ની ગેરવ્યસ્થાનો વિરોધ કરતા NSUI કાર્યકર્તાઓની ધરપકડ

અમદાવાદ, Gujarat માં RTE કાયદાઓને લઈને NSUI દ્વારા આંદોલન છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. જેમાં પણ ભાજપ સરકાર કાયદાનું પાલન કરાવવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. તેમજ જયારે મોટી મોટી શાળાના સંચાલકો તેમને ચૂંટણીફંડ આપે છે. જેના પગલે આ શાળામાં ઓછા વિધાર્થીઓ એડમિશન લે તે પ્રકારનું આયોજન કરવામાં સરકાર વ્યસ્ત છે. તેવા સમયે કોંગ્રેસ અને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા સરકારની નીતિનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. જયારે RTE મુદ્દે વાલીઓને પડતી મુશ્કેલીને વાચા આપવા આજે એનએસયુઆઈ દ્વારા અમદાવાદ જીલ્લા શિક્ષણધીકારીની કચેરી ખાતે ફૂટબોલ સાથે દેખાવો કર્યો હતો. જોRead More


જાણો : સ્ત્રીઓ કયા કારણસર અન્ય પુરૂષો સાથે અનૈતિક સંબંધો બનાવે છે?

મોટાભાગે જોવામાં આવે છે કે પરણેલે સ્ત્રીઓ અન્ય પુરૂષો સાથે શારીરિક સંબંધો બનાવે કે પછી આ કારણ ક્યાક કોઈ મર્ડર થઈ ગયુ. ભારતીય સમાજ માટે આ પ્રકારની ઘટનાઓ સારા સંકેતો નથી. પણ ક્યારેક તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે છેવટે આવુ કેમ થાય છે. કોઈપણ મહિલા કે પુરૂષ પોતાના જીવનસાથીને દગો કેમ આપે છે ? આ બધા પાછળ અનેક કારણો હોઈ શકે છે. પશ્ચિમી સભ્યતાઓનો પ્રભાવ – પશ્ચિમી દેશોમાં મોટાભાગના યુવક-યુવતી લગ્ન પહેલા જ સેક્સ આનંદ પ્રાપ્ત કરી ચુક્યા હોય છે. ત્યા સ્ત્રી-પુરૂષ એકને છોડીને બીજાની સાથે લગ્ન કરીRead More


મોદીના પ્રવાસ પછી ચીનની ભારતને ભેટ, 28 દવાઓ પરથી હટાવી આયાત ડ્યુટી

દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પછી ચીને ભારતીય દવાઓ માટે દરવાજા ખોલીને ભારતને ભેટ આપી છે. પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી ચિનફિંગની વુહાનમાં થયેલ અનૌપચારિક વાર્તા બે દિવસ પછી જ ચીને 28 પ્રકારની દવાઓને આયાત ડ્યુટીમાંથી મુક્ત કરી દીધી છે.  જેમા કેંસરની દવાઓનો પણ સમાવેશ છે. હવે આને કારણે ભારતીય દવા કંપનીઓને પણ ચીનમાં દવા નિકાસ કરવાનો ફાયદો થશે. ભારતમાં ચીનના રાજદૂત લુઓ ઝાવહુઈ ટ્વીટ કરીને જણાવ્યુ.. ચીને કેંસરની બધી દવાઓ સહિત 28 દવાઓના આયાતને ડ્યુટીથી મુક્ત કર્યુ છે. આ નિર્ણય 1 મેથી લાગૂ થઈ ગયો છે. ભારતીયRead More


રાજકોટ બી. ટી. સવાણી હોસ્પિટલમાં ચેપી લોહી ચડાવી દેતા 180 દર્દીઓને કમળો

રાજકોટ, બી.ટી. સવાણી હોસ્પિટલના સતાધીશોની ઘોર બેદકારી સામે આવી છે. જેને લઈને ડોયાલિસિસના 180 દર્દીઓ કમળાના ભોગ બન્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની વિગત અનુસાર બી.ટી. સવાણી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 180 દર્દીઓને ચેપી લોહી ચઢાવવામાં આવ્યું હતું. જેને લઈને તેઓ કમળાના ભોગ બન્યા છે. જે દર્દીઓ કમળાનો ભોગ બન્યા છે તે તમામ દર્દીઓ ડાયાલિસિસના દર્દીઓ છે. તો સમગ્ર મામલાની જાણ તંત્રને કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહત્વનું છે કે દર્દીઓને ચઢાવવામાં આવતું લોહી રેડ ક્રોસ બ્લડ બેંકમાંથી આવે છે. જેથીRead More


સોમનાથ મહાદેવ મંદિરના 3 કિ.મીના વિસ્તારને વેજ ઝોન જાહેર કરવા પાલિકાએ કર્યો ઠરાવ

ગીર સોમનાથ, દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરથી ત્રણ કિલો મીટર એરિયાને વેજ ઝોન માંગ બાદ પાલિકાએ કર્યો ઠરાવ, જો કે આખરી નિર્ણય રહશે જિલ્લા કલેકટરો ના હાથમાં. હિન્દૂ સંગઠનો દ્વારા છેલા એક મહિના થી સોમનાથ મહાદેવ મંદિર થી ત્રણ કિમિ દૂર સુધી વેજ જોન જાહેર કરવા અને નોનવેજ પ્રતિબંધ મુકવા માંગ કરાય હતી, ગત 11 એપ્રિલે હિન્દૂ સંગઠન અને સોમનાથ સેવા સંઘ દ્વારા બાઈક રેલી યોજી જિલ્લા કલકટરને સોમનાથ ને વેજ જોન જાહેર કરવાની માંગ સાથે આવેદન પાત્ર પાઠવ્યું હતું, હિન્દૂ સંગઠનો ની રેલી બાદ વેરાવળ નાગર પાલિકા દ્વારાRead More


error: Content is protected !!